નમસ્કાર ખેડુત મિત્રો,
છેલ્લા બે દિવસથી કપાસનાં ભાવમાં વધારો કે ઘટાડો નોંધાયો નથી. કારણ કે સારી ક્વોલિટી નો કપાસ બજારમાં ઠલવાતો નથી. નબળી અને મિડીયમ ક્વોલિટી નાં કપાસમાં 5 થી 20 રૂપિયાનો ધીમો ઘસરો જોવા મળી રહ્યો છે.
પરંતુ સારી ક્વોલિટીનાં કપાસમાં ભાવ ટકી રહ્યા છે. મંગળવારે સૌરાષ્ટ્રની માર્કેટ યાર્ડોમાં સારી ક્વોલિટી નાં ભાવ 2000 ની ઉપર બોલાયા હતા. મિડીયમ ક્વોલિટી વાળા કપાસનાં ભાવ 1850 થી 1900 રૂપિયા બોલાયા હતા. અને નબળી ક્વોલિટી નાં કપાસનાં ભાવ 1600 રૂપિયા થી માંડી ને 1800 રૂપિયા બોલાયા હતા.
કડીમાં વાત કરીએ તો જ્યારે કપાસની સિઝન શરૂ થઈ ત્યારે 350 થી 400 ગાડી ની આવક હતી જે ઘટીને હવે 100 ગાડી ની થઈ ગઈ છે. ટુંકમાં કપાસની સિઝન ગુજરાત સહિત સમગ્ર દેશમાં પૂરી થવામાં આરે છે. પરંતુ હજુ પણ રુ ની ડિમાન્ડ જળવાઇ રહી છે.
યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ થી એક મોટો ડર છે કે રુ ની નિકાસ થશે કે નહીં થાય, તેથી ડીલરો અને નિકાસકારો રૂ ની લેવાલી થી દુર થઈ રહ્યા છે. પરંતું મલ્ટી નેશનલ કંપનીઓ ને ન્યુયોર્ક વાયદો સારો દેખાતો હજુ પણ કપાસ ખરીદી રહી છે.
આ પણ વાંચો: યુક્રેન-રશિયા યુધ્ધ પછી ડુંગળીના ભાવનો સર્વે, ડુંગળીના ભાવો વધશે કે ઘટશે?
હવે જાણી લઈએ આજના ( 03/03/2022) કપાસ ભાવો:
માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવ |
રાજકોટ | 1565-2200 |
અમરેલી | 1330-2208 |
સાવરકુંડલા | 1500-211 |
જસદણ | 1600-2160 |
બોટાદ | 1500-2260 |
મહુવા | 1400-2044 |
કાલાવડ | 1900-2100 |
જામજોઘધપુર | 2560-2040 |
ભાવનગર | 1000-2128 |
જામનગર | 1650-2050 |
બાબરા | 1545-2145 |
જેતપુર | 1431-2161 |
વાંકાનેર | 1000-2050 |
મોરબી | 1640-2034 |
રાજુલા | 1300-2100 |
હળવદ | 1401-2000 |
વિસાવદર | 1553-2011 |
તળાજા | 1225-2020 |
બગસરા | 1450-2095 |
ઉપલેટા | 1600-2000 |
માણાવદર | 1650-2110 |
ધોરાજી | 1546-2111 |
વિછીયા | 1700-2050 |
ભેસાણ | 1500-2094 |
ધારી | 1305-1790 |
લાલપુર | 1550-2201 |
ધ્રોલ | 1511-2022 |
પાલીતાણા | 1350-2025 |
હારીજ | 1300-1901 |
ધનસૂરા | 1600-1850 |
વિસનગર | 1300-2142 |
વિજાપુર | 1450-2171 |
કુંકરવાડા | 1550-2111 |
ગોજારીયા | 1100-1911 |
હિંમતનગર | 1481-2060 |
માણસા | 1100-2152 |
કડી | 1301-2103 |
પાટણ | 1100-1980 |
તલોદ | 1700-1900 |
સિધ્ધપુર | 1250-1951 |
ગઢડા | 1535-2100 |
કપડવંજ | 1500-1600 |
-આભાર