યૂક્રેન-રશિયા કટોકટીને પગલે વૈશ્વિક ઘઉંના ભાવ ૧૪ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યાં હોવાથી ભારતીય ઘઉંનાં ભાવમાં પણ ઝડપી તેજી આવી છે, જેને પગલે કેન્દ્ર સરકાર ઘઉંની નિકાસ ઉપર નિયંત્રણો કે નિકાસ બંધ જેવા આકરા પગલા લે તેવી બજારમાં છેલ્લાબે દિવસથી ચર્ચા ચાલી રહી છે.
ઘઉંમાં નિકાસ નિયંત્રણો અંગે બજાર સુત્રો કહે છેકે સરકારી ગોડાઉનમાં ઘઉંનો ૨૮૭ લાખ ટન જેવો સ્ટોક પડ્યો છે અને નવી સિઝનમાં સરકારે ટેકાનાં ભાવથી કુલ ૪૪૪ લાખ ટનનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ જો આવા ભાવ રહે તો સરકારને ૨૦૦ લાખ ટન ઘઉં પણ મળવા મુશ્કેલ બની શકે છે અને નવી સિઝનમાં સરકારને વિવિધ યોજનાઓમાં મુશ્કેલી પડી શકે છે. પરિણામે કેન્દ્ર સરકાર ઘઉંની તેજીને રોકવા માટે કોઈ પગલાઓ લે તેવી સંભાવનાં છે.એક નિકાસકાર કહે છેકે સરકાર માટે અત્યારે તક છે અને એફસીઆઈએ જૂના ઘઉંનાં નિકાસ કરી દેવી જોઈએ. ઘઉંનો વિક્રમી પાક થવાનો છે પરિણામે ઘઉં મળવાના જ છે. ઘઉંમાં જો ભાવમાં હજી રૂ.૧૫૦થી ૨૦૦ જેવો વધારો થશે તો જ સરકાર કોઈ પગલા લેશે એ સિવાય કોઈ પગલા લે તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં મણે 50 રૂપિયાનો ઘટાડો, જાણો આજના (05/03/2022, શનિવારના) બજાર ભાવ તેમજ સર્વે...
આ પણ વાંચો: છેલ્લીવાર લાભ લઈ લો, બજેટ પછી રેશનકાર્ડ ધારકો માટે મોટો નિર્ણય,જાણો શું?
ઘઉંનાં ઈતિહાસમાં આ અગાઉ ક્યારેય જોવા ન મળી હોય તેવી તેજી જોવા મળી રહી છે. નિકાસબર ઘઉંનાં ભાવમાં છેલ્લાદશેક દિવસમાં ક્વિન્ટલે રૂ.૪૦૦ની તેજી આવી ગઈ છે. બીજી તરફ ઊઘડતી સિઝને ખેડૂતોને પણ લોટરી લાગી છે અને મિલબર ક્વોલિટીનાં ઘઉંના ભાવ પણ વધીને રૂ.૪૫૦ની ઉપર પહોંચી ગયાં છે, જે સામાન્યરીતે ભાવ હોય તેના કરતાં મણે રૂ.૫૦થી ૮૦ જેટલા વધારે ક્વોટ થઈ રહ્યા છે.
ઘઉંની તેજી વિશે વેપારીઓ કહે છે કે હવેની તેજી ચરમસીમાએ પહોંચી છે અને ગમે ત્યારે મોટો કડાકો પણ બોલી શકે છે. ખેડૂતોએ જો આ ભાવમાં માલ પડ્યો હોય તો વેચાણ કરવી લેવામાં કોઈ નુકસાની નથી. અત્યારે નિકાસકારોને માલ મળતો નથી અને આગળ તેઓ વેચાણ કરી આવ્યાં છે, પરિણામે તેઓ ગમે તે ભાવથી લઈ રહ્યાં છે. ઘઉંમાં આ વર્ષે ગમે તેટલો પાક થાય તો પણ મંદી થાય તેવા સંજોગો નથી, પરંતુ સ્ટોક કરવામાં માલ નથી.ઘઉંની આવી અફરાતફરીવાળી માર્કેટમાં ખેડૂતોએ વર્તમાન ભાવથી ઘઉં વેચાણ કરીને છૂટ થવામાં ફાયદો છે.
આ પણ વાંચો: YouTube આપે છે ઘરે બેઠા કમાણી કરવાની તક, તમે ઉઠાવો લાભ
આગામી દિવસોમાં યુધ્ધ જેવું શાંત પડશે કે તરત ઘઉંનાં ભાવમાં મોટો કડાકો બોલશે અને એ કડાકો ખેડૂતોની વાત બહારનો હશે. વધુ લાલચમાં રહ્યાં વગર ખેડૂતોએ ઘઉં વેચાણ કરીને હાલ છૂટું થઈ જવું જોઈએ. બેશક ગત વર્ષની તુલનાએ આવર્ષે આખું વર્ષ ઘઉંનાં ભાવ ઊંચા રહેવાનાં છે.
હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં લોકવનના ભાવો: ઘઉં લોકવન બજાર ભાવ (05/03/2022)
વિવિધ માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવો |
રાજકોટ | 440-434 |
ગોંડલ | 418-515 |
જામનગર | 438-487 |
સાવરકુંડલા | 365-450 |
બોટાદ | 412-514 |
મહુવા | 370-549 |
જુનાગઢ | 425-472 |
મોરબી | 407-501 |
ભાવનગર | 401-501 |
કોડીનાર | 430-449 |
ભેસાણ | 400-450 |
ઇડર | 425-504 |
પાલીતાણા | 400-501 |
મોડાસા | 450-515 |
મહેસાણા | 410-450 |
હિમતનગર | 410-544 |
વિજાપુર | 395-440 |
ધનસુરા | 380-420 |
સિદ્ધપુર | 434-456 |
ભીલડી | 400-402 |
પાથાવડ | 392-430 |
સાણંદ | 436-505 |
તારાપુર | 400-531 |
દાહોદ | 475-501 |
હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં ટુકડાના ભાવો: ઘઉં ટુકડા બજાર ભાવ (05/03/2022)
વિવિધ માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવો |
રાજકોટ | 450-504 |
અમરેલી | 425-536 |
જેતપુર | 452-496 |
મહુવા | 370-549 |
ગોંડલ | 425-522 |
કોડીનાર | 419-498 |
પોરબંદર | 405-439 |
જુનાગઢ | 400-503 |
સાવરકુંડલા | 400-503 |
તળાજા | 370-532 |
ખંભાત | 350-455 |
જસદણ | 390-485 |
વાંકાનેર | 425-465 |
વિસાવદર | 402-484 |
બાવળા | 461-492 |
દાહોદ | 475-501 |
આ પણ વાંચો: ઉનાળાની સિઝનમાં શરૂ કરો આ 4 બિઝનેસ, થશે લાખોનો નફો
આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે બને તેટલી શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu ની એપ ડાઉનલોડ કરો, અને FACEBOOK પેજને FOLLOW કરો.