નમસ્કાર ભાઈઓ,
છેલ્લા કેટલાક દિવસોથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમને કારણે બજારો અને માર્કેટ ઉપર મોટી અસર થઇ રહી છે. સંજોગો જોતા વેપારીઓએ ડુંગળીના ભાવને લઇને પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. ગુજરાતના દરેક માર્કેટયાર્ડમાં ડુંગળીની આવકો વધતા છેલ્લા અઠવાડિયે ભાવમાં સરેરાશ મણે 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
આવકો વધી રહી છે.
વેપારીઓનું કહેવું છે કે ગુજરાતના દરેક માર્કેટયાર્ડોમાં ડુંગળીની આવકો વધી છે.સામાન્ય આવક દોઢથી બે લાખ ગૂણીની થઈ ચૂકી છે. આવકો વધતાં આવનારા દિવસોમાં ભાવ ઘટે તેવી ધારણા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર અને વર્તમાન સંજોગો જોતા ડુંગળીના ભાવમાં કોઇ મોટી મોમેન્ટ થાય તેવું જણાતું નથી એટલે કે આવનાર દિવસોમાં ભાવ વધારો થાય તેવી શક્યતા ઓછી છે. જોકે તેમ છતાં લે-વેચ બજાર ઉપર આધાર રહશે.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં મણે 50 રૂપિયાનો ઘટાડો, જાણો આજના (05/03/2022, શનિવારના) બજાર ભાવ તેમજ સર્વે...
300ની અંદર ભાવ આવે તેવી શક્યતા છે
છેલ્લે રાજકોટમાં ડુંગળીના ભાવ રૂ.50થી 350 સુધી હતા જ્યારે મહુવામાં સારી ક્વોલિટીના ભાવો 400 રૂપિયાની આસપાસ બોલાયા હતા. જો આગામી દિવસોમાં નિકાસ વેપારો આવશે તો બજાર ઘટતી અટકશે નહીં તો ભાવ 300ની અંદર આવી જાય તેવી ધારણા છે.
હાલ ડુંગળી વેચવી કે રાખવી?
આ વર્ષે ખેડૂત ભાઈઓને ડુંગળીના રોપ/બિયારણ/મજૂરીના વાવેતરનાં ભાવો મુજબ સારા ભાવો મળ્યાં નથી. એટલે કે જે ખેડૂતોએ ખર્ચ કર્યો છે એટલું વળતર સ્વરૂપે ભાવ મળતો નથી. હાલમાં જે ખેડૂત ભાઈઓ લાલ અથવા તો સફેદ ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે તેમનો નિર્ણય યોગ્ય છે. હાલના સમયમાં ડુંગળીનું વેચાણ કરી દેવું જોઈએ. તેમ છતાં તમારા વિસ્નિતારોનાં ષ્ણાતોની સલાહ લઇ શકો છો.
આ પણ વાંચો: YouTube આપે છે ઘરે બેઠા કમાણી કરવાની તક, તમે ઉઠાવો લાભ
શનિવારના લાલ ડુંગળીનાં ભાવ:-
યાર્ડ | નીચો ભાવ | ઉચો ભાવ |
ગોંડલ | 71 | 341 |
મહુવા | 100 | 430 |