કપાસમાં ગઇ કાલે કોઇ ખાસ મોટા કામકાજ થયા ન હતા. સારી ક્વોલિટીના કપાસના ભાવમાં મણે રૂ.20 થી 30નો સુધારો થયો હતો. ગુજરાતના પીઠાઓમાં કપાસની આવક વધી 2.64 લાખ મણ નોંધાઇ હતી. મહારાષ્ટ્રમાંથી કપાસની માત્ર 20-25 ગાડીની આવક હતી. મહારાષ્ટ્રના કપાસમાં ક્વોલિટી મુજબ પ્રતિમણે રૂ.1500-1650ના ભાવે સોદા પડ્યા હતા, તો કાઠિયાવાડ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, વિજાપુર સહિતની લાઇનના લોકલ કપાસમાં 70-80 ગાડીના વેપારો થયા હતા, જેનો ભાવ ક્વોલિટી મુજબ રૂ.1700-1800 બોલાયો હતો.
આ પણ જુઓ: ડુંગળીના ભાવમાં તેજી: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 600, જાણો આજના ડુંગળીના બજાર ભાવ
મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડતા સીઝનના પ્રારંભે કપાસના ક્રોપને નુકસાન થયું હતું, પણ હવે ક્રોપની
સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યાછે. દરમિયાન નોર્થ ઇન્ડિયાના રાજ્યોમાં થયેલા કપાસના વાવેતર અંગે નિષ્ણાતો કહે છે કે, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સામાન્ય રીતે કપાસનું વાવેતર 15મી એપ્રિલથી 15મી મે સુધીમાં થઇ જતું હોય છે, ચાલુ વર્ષે ત્રણેય
રાજ્યોમાં નહેરનું પાણી સમયસર ન છોડતા તેમજ ગરમીનું પ્રમાણ પણ વધારે રહેતા કપાસનું વાવેતર
લક્ષ્યાંકથી પ્રમાણમાં ઓછું રહેવાની ધારણા મુકાઇ રહી છે,
કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):
તા. 17/10/2022 સોમવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1623 | 1780 |
અમરેલી | 1050 | 1801 |
સાવરકુંડલા | 1600 | 1770 |
જસદણ | 1500 | 1802 |
બોટાદ | 1400 | 1875 |
ગોંડલ | 1000 | 1786 |
કાલાવડ | 1700 | 1835 |
જામજોધપુર | 1550 | 1760 |
બાબરા | 1650 | 1840 |
જેતપુર | 1000 | 1801 |
વાંકાનેર | 1550 | 1816 |
મોરબી | 1650 | 1796 |
હળવદ | 1635 | 1757 |
વિસાવદર | 1455 | 1761 |
તળાજા | 1300 | 1777 |
બગસરા | 1700 | 1790 |
ઉપલેટા | 1500 | 1770 |
માણાવદર | 1400 | 1845 |
ધોરાજી | 1641 | 1756 |
વિછીયા | 1600 | 1750 |
ભેંસાણ | 1650 | 1775 |
ધારી | 1500 | 1751 |
લાલપુર | 1580 | 1760 |
ખંભાળિયા | 1600 | 1731 |
ધ્રોલ | 1626 | 1750 |
પાલીતાણા | 1450 | 1740 |
હારીજ | 1690 | 1802 |
ધનસૂરા | 1590 | 1715 |
વિજાપુર | 1600 | 1751 |
કુકરવાડા | 1450 | 1735 |
ગોજારીયા | 1505 | 1735 |
હિંમતનગર | 1541 | 1748 |
માણસા | 1540 | 1755 |
કડી | 1632 | 1816 |
મોડાસા | 1550 | 1692 |
પાટણ | 1400 | 1761 |
થરા | 1651 | 1801 |
સિધ્ધપુર | 1550 | 1779 |
ડોળાસા | 1500 | 1750 |
દીયોદર | 1660 | 1750 |
બેચરાજી | 1600 | 1740 |
ગઢડા | 1570 | 1753 |
ઢસા | 1640 | 1781 |
ધંધુકા | 1585 | 1829 |
વીરમગામ | 1683 | 1752 |
જોટાણા | 1648 | 1683 |
ચાણસ્મા | 1626 | 1756 |
ખેડબ્રહ્મા | 1680 | 1740 |
શિહોરી | 1650 | 1750 |
સતલાસણા | 1400 | 1601 |
આંબલિયાસણ | 1624 | 1718 |