ડુંગળીની બજારમાં સરેરાશ ભાવ ઊંચી સપાટીથી ઘટ્યાં છે. ઊંચા ભાવથી લેવાલીનો અભાવ અને દિવાળીનાં તહેવારો આવી રહ્યાં હોવાથી બજારમાં માંગ થોડી ઓછી છે. બીજી તરફ તાજેતરમાં ભાવ વધ્યાં હોવાથી સ્ટોકિસ્ટો અને મેળાનાં માલની વેચવાલી આવી હતી. ખાસ કરીને બગડી જાય તેવા માલની વેચવાલી વધારે હતી.
આ પણ વાંચો: કપાસના ભાવમાં ફરી તેજી, જાણો ક્યાં બોલાયો 1993 રૂપિયા ભાવ ? જાણો ગુજરાતની ૪૦+ માર્કેટ યાર્ડોના ભાવો
રાજકોટમાં ડુંગળીની ત્રણ હજાર ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૯૦નાં હતાં. મહુવામાં લાલ ડુંગળીની ૭૩૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૫૫થી ૩૭૫નાં હતા. જ્યારે સફેદમાં ૧૩૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૭૦થી ૩૩૨નાં હતાં.
આ પણ વાંચો: મગફળીમાં આજે 1760 રૂપિયા ઊંચો ભાવ, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવો
ગોંડલમાં ડુંગળીની કુલ ૧૨૩૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૮૧થી ૪૧૧નાં હતાં.
તા. 17/10/2022 સોમવારના લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 100 | 390 |
મહુવા | 55 | 376 |
ગોંડલ | 81 | 411 |
જેતપુર | 101 | 366 |
અમરેલી | 150 | 340 |
મોરબી | 100 | 400 |
અમદાવાદ | 140 | 360 |
દાહોદ | 140 | 440 |
વડોદરા | 200 | 600 |
સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીની ૧૨૭૭ ગુણીની આવકો સાથે ૭૦ થી ૩૩૨ રૂપિયા ઉંચો ભાવ બોલાયો હતો.