કપાસમાં ઘટતી આવકો તેમજ ખેડૂતોને અત્યારે દિવાળીએ પૈસાની જરૂર હોય, અત્યારે વધુ કપાસ આવવો જોઇએ તેમ છતાં આવું કેમ બન્યું ? તેવા વિચારોને લઇને બદલાયેલા માનસ વચ્ચે આજે કપાસની બજારમાં પ્રતિ મણે વધુરૂ.10 થી 20ની તેજી જોવા મળી હતી. ગઇકાલે સારી ક્વોલિટીના કપાસમાં જીનપહોંચ સારા કપાસના રૂ.1775 થી 1780 બોલાતા હતા, તે ભાવ આજે રૂ.1800 સુધી અથડાઇ ગયો હતો. બ્રોકરો કહે છે કે, હાલ કપાસની ખરીદીને લઇને જીનર્સો જોઇએ તેવા ઉત્સાહીત નથી તેમ છતાં કપાસના ભાવ છેલ્લાત્રણેક દિવસથી ઊંચા જઇ રહ્યાહોઇ, આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધુતેજી જોવા મળે તેવી શક્યતા નકારી શકાતી નથી. ટોચના પીઠાઓમાં આજે કપાસની આવક 2.71 લાખ મણ નોંધાઇ હતી, તો પીઠાઓમાં કાચા કપાસના સરેરાશ ભાવ રૂ.1350-1872 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1796, જાણો આજના મગફળીના બજારભાવ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દશેરાથી લઇ દિવાળી દરમિયાન કપાસની આવકનું પ્રેશર વધવાની ધારણા હતી, પરંતુ હાલ કપાસની આવકો મોડી પડી હોય તે રીતે હજુ સારા કપાસની આવકોમાં જોઇએ તેવો ધમધમાટ જોવા મળતો નથી. છેલ્લાપાંચેક દિવસથી ગુજરાતમાં શિયાળું પવન ફૂંકાવાનો શરૂ થઇ જતા હવે કપાસ ઝડપથી સુકાવા લાગ્યો છે, આથી હવે કપાસની આવકનું પ્રેશર દિવાળી બાદ વધી જશે તેવી ધારણા મુકાઇ રહી છે.
કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):
આ પણ વાંચો: BOB ખાતા ધારકો મોટી ભેટ: તહેવારની સીઝન આવતા "ખુશીઓ કા ત્યોહાર" લોન્ચ કર્યું; જાણો શું ફાયદો થશે?
તા. 18/10/2022 મંગળવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1666 | 1846 |
અમરેલી | 12115 | 1851 |
સાવરકુંડલા | 1700 | 1850 |
જસદણ | 1600 | 1802 |
બોટાદ | 1400 | 1875 |
મહુવા | 1200 | 1765 |
ગોંડલ | 1001 | 1816 |
કાલાવડ | 1600 | 1836 |
જામજોધપુર | 1650 | 1790 |
ભાવનગર | 1405 | 1763 |
જામનગર | 1600 | 1790 |
બાબરા | 1680 | 1840 |
જેતપુર | 1200 | 1801 |
વાંકાનેર | 1550 | 1871 |
મોરબી | 1700 | 1850 |
રાજુલા | 1500 | 1780 |
હળવદ | 1600 | 1797 |
વિસાવદર | 1445 | 1751 |
તળાજા | 1400 | 1775 |
બગસરા | 1700 | 1818 |
ઉપલેટા | 1540 | 1815 |
ધોરાજી | 1651 | 1771 |
વિછીયા | 1600 | 1780 |
ભેંસાણ | 1600 | 1811 |
ધારી | 1520 | 1821 |
ખંભાળિયા | 1650 | 1728 |
ધ્રોલ | 1600 | 1774 |
દશાડાપાટડી | 1650 | 1700 |
પાલીતાણા | 1460 | 1780 |
સાયલા | 1688 | 1801 |
હારીજ | 1700 | 1802 |
ધનસૂરા | 1600 | 1725 |
વિસનગર | 1550 | 1778 |
વિજાપુર | 1621 | 1770 |
કુકરવાડા | 1650 | 1772 |
ગોજારીયા | 1400 | 1747 |
હિંમતનગર | 1541 | 1762 |
માણસા | 1525 | 1765 |
કડી | 1650 | 1880 |
મોડાસા | 1550 | 1710 |
પાટણ | 1660 | 1772 |
થરા | 1681 | 1820 |
તલોદ | 1654 | 1730 |
સિધ્ધપુર | 1525 | 1787 |
ડોળાસા | 1600 | 1820 |
ટિંટોઇ | 1501 | 1715 |
દીયોદર | 1600 | 1700 |
બેચરાજી | 1660 | 1715 |
ગઢડા | 1625 | 1828 |
ઢસા | 1645 | 1801 |
કપડવંજ | 1500 | 1550 |
ધંધુકા | 1694 | 1830 |
વીરમગામ | 1500 | 1770 |
જોટાણા | 1600 | 1685 |
ચાણસ્મા | 1625 | 1755 |
ભીલડી | 1500 | 1600 |
ખેડબ્રહ્મા | 1711 | 1751 |
ઉનાવા | 1333 | 1755 |
શિહોરી | 1680 | 1765 |
લાખાણી | 1690 | 1721 |
આંબલિયાસણ | 1470 | 1750 |