કપાસમાં આજે એકંદરે બજાર પ્રતિ મણે રૂ.10 થી 15 નરમ હતું. દિવાળીના તહેવારો નિમિત્તે પીઠાઓમાં રજાઓ આવતી હોય,કપાસની આવકમાં સતત ચોથા દિવસે આજે વધુ પદરે હજાર મણનો ઘટાડો નોંધાયો હતો. એ ગ્રેડ કપાસના રૂ.1750-1800, બી ગ્રેડનો રૂ.1650-1750 અને વધુ હવા અને ભેજ હોય તેવો નબળો કપાસ રૂ.1500-1650ના ભાવ બોલાયા હતા. જીનર્સોને ડીસ્પેરિટીનો પ્રશ્ન સતાવી રહ્યો છે તેમ છતાં યાર્ડોમાં રજાઓ આવતી હોય બજારમાં છૂટી છવાઇ ખરીદી દેખાઇ હતી, તો બીજી તરફ કેટલાક જીનર્સો એવા પણ હતા કે, ફટાકડા સહિતની ચિંતાઓને કારણે અત્યારે મોટા જથ્થામાં કપાસ ખરીદવાનું ટાળી રહ્યા હતા. હાલ કપાસમાં ભેજનું પ્રમાણ આવી રહ્યું છે, અને દિવાળીની રજાઓ પણ આવી રહી હોવાથી કપાસને સુકવવો, સાચવવો સહિતના અનેક પ્રશ્નોની અસર જીનર્સોની ખરીદી પર જોવા મળતી હતી.
આ પણ વાંચો: નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1796, જાણો આજના મગફળીના બજારભાવ
સૌરાષ્ટ્ર ગુજરાત સહિતના મુખ્ય યાર્ડોમાં દિવાળી નિમિત્તે આ સપ્તાહના આખર સુધીમાં રજાઓ પાડવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન યાર્ડોમાં કાચા કપાસની આવકોનો ધમધમાટ એકંદરે ઘટી રહ્યો છે. ગત સપ્તાહે જે રીતે આવકો થઇ રહી હતી તેની સામે આ સપ્તાહે આવકો ધીમી પડી ગઇ છે. વાતાવરણ ચોખ્ખુ થયું છે, ત્યારે ખેડૂતો પણ કપાસના ઉત્તમ ભાવ મળે તેવું ઇચ્છી રહ્યા છે, કપાસની ક્વોલિટી પણ સુધરી રહી છે, જેથી દિવાળી બાદ ખેડૂતોને કપાસના ઊંચા ભાવ મળવાની આશા નકારી શકાતી નથ
કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):
તા. 20/10/2022 ગુરુવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1666 | 1846 |
અમરેલી | 1215 | 1851 |
સાવરકુંડલા | 1700 | 1850 |
જસદણ | 1600 | 1802 |
બોટાદ | 1400 | 1875 |
મહુવા | 1200 | 1765 |
ગોંડલ | 1001 | 1816 |
કાલાવડ | 1600 | 1836 |
જામજોધપુર | 1650 | 1790 |
ભાવનગર | 1405 | 1763 |
જામનગર | 1600 | 1790 |
બાબરા | 1680 | 1840 |
જેતપુર | 1200 | 1801 |
વાંકાનેર | 1550 | 1871 |
મોરબી | 1700 | 1850 |
રાજુલા | 1500 | 1780 |
હળવદ | 1600 | 1797 |
વિસાવદર | 1445 | 1750 |
તળાજા | 1400 | 1775 |
બગસરા | 1700 | 1818 |
ઉપલેટા | 1540 | 1815 |
ધોરાજી | 1651 | 1771 |
વિછીયા | 1600 | 1780 |
ભેંસાણ | 1600 | 1811 |
ધારી | 1520 | 1821 |
ખંભાળિયા | 1650 | 1728 |
ધ્રોલ | 1600 | 1774 |
દશાડાપાટડી | 1650 | 1700 |
પાલીતાણા | 1460 | 1780 |
સાયલા | 1688 | 1801 |
હારીજ | 1700 | 1802 |
ધનસૂરા | 1600 | 1725 |
વિસનગર | 1550 | 1778 |
વિજાપુર | 1621 | 1770 |
કુકરવાડા | 1650 | 1772 |
ગોજારીયા | 1400 | 1747 |
હિંમતનગર | 1541 | 1762 |
માણસા | 1525 | 1765 |
કડી | 1650 | 1880 |
મોડાસા | 1550 | 1710 |
પાટણ | 1660 | 1772 |
થરા | 1681 | 1820 |
તલોદ | 1654 | 1730 |
સિધ્ધપુર | 1525 | 1787 |
ડોળાસા | 1600 | 1820 |
ટિટોઇ | 1501 | 1715 |
દીયોદર | 1600 | 1700 |
બેચરાજી | 1660 | 1735 |
ગઢડા | 1625 | 1828 |
ઢસા | 1645 | 1805 |
કપડવંજ | 1500 | 1550 |
ધંધુકા | 1694 | 1830 |
વીરમગામ | 1500 | 1770 |
જાદર | 1405 | 1740 |
જોટાણા | 1600 | 1685 |
ચાણસ્મા | 1625 | 1755 |
ભીલડી | 1500 | 1600 |
ખેડબ્રહ્મા | 1711 | 1751 |
ઉનાવા | 1333 | 1755 |
શિહોરી | 1680 | 1765 |
લાખાણી | 1690 | 1721 |
સતલાસણા | 1400 | 1660 |
આંબલિયાસણ | 1470 | 1750 |