૧) આજની મોટી માહિતી: છેલ્લા ગુરુવારે પ્રોપર્ટી વિવાદમાં સુનાવણી કરતા દિલ્હીની કોર્ટે કહ્યું કે દીકરીના મૃત્યુ પછી પણ પિતાની સંપત્તિમાં જમાઈ અને પૌત્રનો અધિકાર, એટલે કે જો પુત્રીનું મૃત્યુ થયું છે, તો તેના પિતાની સંપત્તિમાં તેના પતિ અને તેના બાળકોનો અધિકાર છે. આ સ્થિતિમાં જ્યાં સુધી મિલકતમાં હિસ્સો નક્કી ન થાય ત્યાં સુધી અન્ય પક્ષ મિલકત વેચી શકશે નહીં.
૨) ગઈકાલે ખાતરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. જેમાં DAP ખાતરમાં 150 રૂપિયાનો ભાવ વધારો, જ્યારે NPKમા 285 રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે DAPની બેગ 1350 રૂપિયામાં મળશે, જ્યારે NPKની બેગ 1470 રૂપિયા મળશે
આ પણ વાંચો: માર્કેટ યાર્ડ ખુલતાની સાથે જ ઘઉંનાં ભાવમાં વધારો, ઊંચો ભાવ 600 રૂપિયા, જાણો આજના બજાર ભાવ
આ પણ વાંચો: આ 9 મોટા ફેરફારોની ભારે અસર પડશે તમારા ખિસ્સા પર
3) ખેડૂતોને હવે તળાવમાંથી માટી ઉપાડવા માટે કોઈ મંજૂરી લેવી નહીં પડે. જળ સંગ્રહ માટે ખેડૂતો ગમે ત્યાંથી માટી લઈ શકે છે. તેમને રોયલ્ટી પણ નહીં ભરવી પડે અને પરવાનગી પણ નહીં લેવી પડે. સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો.
4) વરતારો: આ વર્ષે હોળીની ઝાળ ઈશાન પૂર્વ દિશામાં રહી, જે સારા વરસાદના સંકેતો છે, એટલે આ વર્ષે ચોમાસું સારું થશે - મહેંદ્ર પંડયા જ્યોતિષ
૫) કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે pm kishan yojna અંતર્ગત 4350 કરોડ રૂપિયા અયોગ્ય ખેડૂતોનાં ખાતામાં જમા થઈ ચૂક્યા છે જેમને પરત લેવામાં આવશે, જેમાથી 296 કરોડ વસૂલી લેવામાં આવ્યા છે. શરતો વિરૃધ્ધ ફોર્મ ભરી અને લાભ લીધો છે તેમને સહાય નહીં મળે અને મળી છે એ પાછી લઈ લેવામાં આવશે.
૬) જ્યારે pm kishan યોજનામાં 11 મો હપ્તો એપ્રિલ મહિનામાં મળી શકે છે. જ્યારે pm મોદીજી ગુજરાતની મુલાકાતે 21 તારીખે આવશે ત્યારે જાહેરાત કરી શકે છે. સાથે આપને જણાવવાનું કે ekyc કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 હતી જે હવે 22 મેં 2022 કરવામાં આવી છે.
આ પણ વાંચો: તમારું PAN કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય, જાણો કેવી રીતે જાણવું, અહીં વાંચો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ