Top Stories
આ મહિલાએ IAS નોકરી બાદ શરૂ કરી ખેતી, ઉભી કરી દીધી 1 કરોડની ટર્ન ઓવરવાળી કંપની

આ મહિલાએ IAS નોકરી બાદ શરૂ કરી ખેતી, ઉભી કરી દીધી 1 કરોડની ટર્ન ઓવરવાળી કંપની

ભારતમાં હવે ધીમે ધીમે ખેતી તરફ ભણેલા ગણેલા યુવાનોનો જોક વધ્યો છે. પહેલા ફક્ત ગામડામાં પરંપરાગત ખેતી કરવામાં આવતી હતી પરંતુ હવે શિક્ષિત યુવાનો ઓર્ગેનિક અને આધુનિક પદ્ધતિથી ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે. જેમાના કેટલાક તો લાખો રૂપિયાની નોકરી છોડી ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે. આજે અમે તમને એવી મહિલા વિશે જણાવીશું જેમણે ઉચ્ચ પગારની નોકરી છોડી ખેતી કરવા લાગી અને સારી કમાણી પણ કરી રહી છે.

10-20 હજાર રૂપિયાથી શરૂઆત કરી 
આજે અમે વાત કરી રહ્યા છીએ કિરણ પ્રીત કૌરની કે જેઓ એગ્રીકલ્ચરમાં સ્નાતક થયેલા છે. કિરણ પ્રીત કૌરે આજથી લગભગ 5 વર્ષ પહેલા જૈવિક ખેતીની શરૂઆત કરી હતી. તેમણે આ માટે ઓર્ગેનિક ખેતીની તાલીમ પણ લીધી. તેમણે માત્ર 10-20 હજાર રૂપિયાથી શરૂઆત કરી હતી અને આજે તેમણે 1 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની ઉભી કરી દીધી છે. આ અંગે કિરણ પ્રીત કૌરે કહ્યું કે, ભારતમાં ભેળસેળનું પ્રમાણ એટલુ વધી ગયું છે કે તેને કાબૂમાં લેવા માટે કડક કાયદો બનાવવો જરૂરી છે. નોંધનિય છે કે, ભેળસેળવાળી વસ્તુઓ ખાઈને કોઈ રોગનો ભોગ બને છે.

જીવ ખેતી કરવા માટે અળસિયાનું ખાતર જાતે બનાવે છે
તેમણે કહ્યું આજ કારણે શુદ્ધ ઉત્પાદનો લોકો સુધી પહોંચાડવા માટે મેં ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. હું પંજાબના નવાશહર ગામમાં અંદાજે  40 એકર જમીનમાં શેરડી, સરસવ, ઘઉં, લીચીની ખેતી કરી રહી છું. પોતાની ખેતી અંગે વાત કરતા કિરણે કહ્યું, પહેલા ખેતરમાં ખેડાણ કરવામાં આવે છે અને પછી ગાયનું છાણ ઉમેરીને મલ્ચિંગ કરવામાં આવે છે. સજીવ ખેતી કરવા માટે અળસિયાનું ખાતર જાતે બનાવે છે. તેઓ ખાંડ, મધ, સરસવનું તેલ, લોટ જેવા ઓર્ગેનિક ઉત્પાદનો તૈયાર કરે છે અને બજારમાં સારામાં સારા ભાવે વેંચી લાખોની કમાણી કરી રહી છે.

IASની નોકરી બાદ શરૂ કરી ખેતી
જો બીજી મહિલાની વાત કરીએ તો, પૂર્વ IAS ઓફિસર દીપા ભગાઈએ પેરિસમાંથી અભ્યાસ કર્યો છે. વિદેશમાં રહેવા છતાં તે પોતાના વતનમાં ઉગતા પાક અને ખેડૂતોના હસતા ચહેરાને ભૂલી શક્યા નથી. હાલમાં દીપા ઉત્તર પ્રદેશના નોઈડામાં રહીને ઓર્ગેનિક ખેતી કરી રહી છે.

અમારા ગૃપમાં બાળકો પણ સામેલ છે
આ અંગે દીપાએ કહ્યું કે, રાસાયણિક ખેતીથી જમીન અને પર્યાવરણ બંનેને નુકસાન પહોંચે છે. તે આરોગ્ય છે તે ખૂબ જ જોખમી પણ છે. જેના કારણે મેં સેક્ટરની મહિલાઓ સાથે ઓર્ગેનિક ખેતી કરવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું કે, પોતાના ક્ષેત્રમાં ફાર્મર ફેમિલી બનાવી. અમે એવા શાકભાજી ઉગાડીએ છીએ, જે બજારમાં ખૂબ મોંઘા હોય છે અને સરળતાથી મળતા નથી. અમારા ગૃપમાં બાળકો પણ સામેલ છે, જેમને યંગ ગ્રીન ક્રુસેડર્સ નામ આપવામાં આવ્યું છે. બધા બાળકો રાસાયણિક ખેતીના ગેરફાયદા અને સજીવ ખેતીના ફાયદાઓ જાણે છે.

અમારી ખેતીનો હેતુ નફો કમાવવાનો નથી
તેમણે કહ્યું, અમારી ખેતીનો હેતુ નફો કમાવવાનો નથી, પરંતુ ભારતને સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખેતી ધરાવતો દેશ બનાવવાનો છે, જેથી દરેક વ્યક્તિ માત્રને માત્ર હેલ્ધી અને શુદ્ધ જૈવિક ઉત્પાદનોનો ઉપયોગ કરે. ગ્રીન ક્રુસેડર ગૃપના આ પ્રયાસને જોઈને શહેરના અન્ય ક્ષેત્રના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ પણ આ પ્રકારની ખેતી કરવા માટે પ્રોત્સાહિત થયા છે.