હાલ દેશે કોરોનાનો ઘણો માર સહન કર્યો ત્યારે હવે મોંઘવારીનો માર ભોગવવાનો વારો આવ્યો છે. આજકાલ દેશમાં જીવન જરૂરિયાતની બધીજ ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે પછી એ ખાદ્ય તેલ હોય, ગેસ સિલિન્ડર હોય, પેટ્રોલ- ડિઝલ હોય કે પછી મારી મસાલા. બધી જ વહીજ વસ્તુઓ ને મોંઘવારીની નજર લાગી ચુકી છે.
પેટ્રોલ-ડિઝલ તો મોંઘવરીની નજર પહેલા જ લાગી ગઈ છે :
હાલ દેશમાં જ્યારે પેટ્રોલ-ડિઝલના ભાવ ને લઈને હાહાકાર મચી રહ્યો છે. આજે પેટ્રોલના ભાવ ગુજરાતમાં ૮૮ રૂપિયાને વટાવી ગયા છે જ્યારે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલ ૯૦ રૂપિયાને વટાવી ચૂક્યું છે.
એટલું જ નહીં દેશની રાજધાની કરતા પણ મુંબઈમાં પેટ્રોલના ભાવ વધુ જોવા મળ્યા જેમાં પેટ્રોલ ૯૬ રૂપિયાને વટાવી ચૂક્યું છે જ્યારે રાજસ્થાનના શ્રી નગરની વાત કરીએ તો પેટ્રોલ ૧૦૦ રૂપિયા થઈ ગયુ છે.
રાંધણગેસ પણ મોંઘો થયો :
પેટ્રોલ તો પેટ્રોલ પણ પેટનો ખાડો પૂરવા માટે જરૂરી ભોજન બનાવવા વપરાતા ગેસ સિલિન્ડરને પણ ન છોડ્યો. હાલમાં સરકારે LPG ના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કર્યો છે જે બાદ હવે સિલિન્ડર ની કિંમત રૂ.૬૯૪ થી વધીને રૂ.૭૧૯ કરી દેવામાં આવ્યા.
જોકે જુલાઈ મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવ ૫૯૪ રૂપિયા હતા જે ડિસેમ્બર મહિનામાં વધારીમે ૬૪૪ રૂપિયા કરી દીધા અને ડિસેમ્બર મહિનામાં જ ૧૫ તરીખે ફરીથી ૫૦ રૂપિયા વધારીને ૬૯૪ રૂપિયા કર્યો અને હવે ફરી ૨૫ રૂપિયા વધાર્યા અને ૭૧૯ રૂપિયા કરી દીધો.
ચાલો એ પણ જવા દઈએ પણ જેને ખાવા માટે જરૂરી એવા ખાદ્ય તેલનો શું વાંક કે તેના પર પણ મોંઘવારીની એટલી અસર પડી ?
હાલ સિંગતેલ અને કપાસિયતેલના ભાવ આસમાને ચડ્યા છે. સિંગતેલના ડબ્બાનો પહેલા ૨૧૦૦ રૂપિયા ભાવ હતો જયારે હાલ વધીને ૨૪૮૦ રૂપિયા થઈ ચૂક્યો છે. તેવી જ રીતે કપાસિયા તેલનો ભાવ ૧૭૦૦ રૂપિયાથી વધીને ૧૯૮૦ રૂપિયા થઈ ગયો છે. પામોલિન તેલનો ભાવ ૧૫૦૦ રૂપિયાથી વધીને ૧૭૨૫ રૂપિયા થઈ ચૂક્યો છે જ્યારે સન ફલાવર નો ભાવ ૧૮૦૦ રૂપિયાથી વધીને ૨૧૭૦ રૂપિયા થઈ ગયો છે.
અરે રે ખાદ્ય મસાલાની કિંમતમાં પણ મોંઘવારીની નજર લાગી :
મસાલા વગરનું ભોજન એક આત્મા વગરના શરીર બરાબર છે. તેના ભાવ પણ વધ્યા એટલે ચોખ્ખો સંકેત છે કે સામાન્ય નાગરિકની અત્યારે તો પરિસ્થિતિ બેહાલ છે. મરચું અને હળદર સહિત અન્ય માસલાઓના ભાવ વધતા જોવા મળ્યાં.
આ વર્ષે મરચું અને હળદરના ભાવમાં ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે રૂપિયા ૩૦ થી ૪૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ વધારો ઝીંકાયો છે. તો બીજી તરફ કાશ્મીરી મરચાનો ભાવ ૩૬૦ રૂપિયાથી વધીને ૪૫૦ રૂપિયા થયો જેથી ૧૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો.
જોકે ૩ વર્ષથી હળદરનો ભાવ સ્થિર રહ્યો હતો જે આ વર્ષે તેમાં પણ ૩૦ રૂપિયાનો વધારો થયો. મોંઘવારીની આ નજર લાગવા પાછળ કોરોનાને જવાબ દાર ગણાવે છે. કોરોનાકાળને લીધે દેશની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી જેના કારણે આ મોંઘવારી આવી છે.