ખેડૂતો ખૂબ મહેનત કરતા હોય છે આખો દિવસ કામ કર્યા બાદ પણ રાત્રે જાગતાં હોય છે. આટલું આટલું કરવા છતાં પણ તેને મહેનત પ્રમાણે સારી ઉપજ મળતી નથી. આમ ખેડૂતોએ મહેનત સાથે સાથે સ્માર્ટવર્ક પણ કરવાની જરૂર છે. જોકે આજે આપણે સફળ ખેડૂતોના વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેમાં તેઓ કેવી રીતે ઓછી મહેનતે ખેતી કરીને સારી એવી આવક મેળવે છે.
જૂનાગઢના વિસાવદર તાલુકાના ઢેબર ગામમાં રહેતા મહિલા ખેડૂત જેનું નામ રસિલાબેન છે જેમના દીકરાઓ ધંધાર્થે સુરત રહે છે. રસિલાબેનની ઉંમર થઈ જવાથી હાલ તેઓ કામ કરતા નથી જેથી તેમને જમીન ભાગ્યું આપી છે પરંતુ તેમ છતાં તેઓ વાડીએ અવારનવાર જતા હોય છે. રસિલાબેન પાસે ૪૦ વિઘા જમીન છે જેમાં તેઓએ ૨૫ વિઘામાં મગફળી વાવી હતી, પરંતુ વધુ વરસાદ પડવાને કારણે કુલ ૭ ખાંડી (૧૪૦ મણ) ઉત્પાદન થયું.
રસિલાબેન પાસે બે વાડી છે અને બન્ને વાડી થઈને કુલ ૧૫ વિઘામાં સોયાબીન વાવેતર કર્યું હતું જેમાં એકવાડીએ સારું ઉત્પાદન થયું જે લગભગ ૧૩ થી ૧૪ મણ થયું અને બીજી વાડીએ ૭ થી ૮ મણ ઉત્પાદન થયું. જોકે રસિલાબેને ઘરે બેઠા જ સોયાબીન ૮૩૦ રૂપિયાના ભાવે વેંચી નાખ્યું.
આ ઉપરાંત તેઓ શિયાળું પાક તરીકે ચણાનું વાવેતર કર્યું હતું. જેમાં કુલ ૧૫ વિઘામાં ચણાનો પાક ઉગાડવામાં આવ્યો અને ૧૫ વિઘામાં ધાણા પણ વાવ્યા જોકે ધાણાનો પાકનું સારું એવું ઉત્પાદન મળ્યું નહીં.
રસિલાબેને એમની વાડીએ ૩ વિઘામાં કાળા ઘઉં અને ૬ વિઘામાં ટુકડા ઘઉં વાવ્યા અને ૧ વિઘા બચ્યું એમાંથી અડધા વિઘામાં કીનોવા નો પણ અખતરો કર્યો અને અડધા વિઘામાં પશુચારાની મકાઈ વાવી. આમ રસિલાબેન પોતાની જમીનમાં અનેક પાકોનું વાવેતર કરી અખતરા કરતા જેમાંથી અમુક પાકમાં તો ઉપજ મળે જ.
રસિલાબેન પહેલા બે-ત્રણ દુઝણા પશુઓ રાખતા હતા પરંતુ છેલ્લાં છ મહિનાથી માત્ર એક જ ભેંસ રાખી છે. રસિલાબેનનું કહેવું છે કે, ખેતીની સાથે પશુપાલન હોય તો પહેલો ફાયદો ફળદ્રુપતાની દ્રષ્ટિએ ખેતી ક્યારેય પાછી પડતી નથી. દૂધમાંથી ૪૦% આવક ખાણદાણમાં જાય તો પણ ૬૦% ચોખ્ખો નફો વધે છે.
મિત્રો, આવીજ ખેડૂત ભાઈઓની સફળ સ્ટોરી જાણવા અમારી khissu (ખિસ્સું) એપ્લિકેશન ડાઉનલોડ કરી લો.