આજથી સસ્તો થશે ગેસ સિલિન્ડર, જાણો નવા સિલિન્ડર માટે તમારે કેટલા પૈસા ચૂકવવા પડશે

આજથી સસ્તો થશે ગેસ સિલિન્ડર, જાણો નવા સિલિન્ડર માટે તમારે કેટલા પૈસા ચૂકવવા પડશે

LPG ગેસ સિલિન્ડર નાં ગ્રાહકોને મોટી રાહત આપતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે એટલે કે 1 ઓગસ્ટ 2022ના રોજ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. OMCએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. 36નો ઘટાડો કર્યો છે. નવી કિંમતો આજથી જ લાગુ થશે. આ નવીનતમ ઘટાડા સાથે, 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2012.50 રૂપિયાને બદલે 1,976 રૂપિયા થશે.

આ પણ વાંચો: આધાર કાર્ડમાં ખોટી છે જન્મ તારીખ, તો બદલવા માટે પડશે આ દસ્તાવેજોની જરૂર

જાણો નવા ભાવ
એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત આજથી 2012.50 રૂપિયાથી વધીને 1976 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, પહેલા તે કોલકાતામાં 2132.00 રૂપિયામાં ઉપલબ્ધ હતું, પરંતુ 1 ઓગસ્ટથી, તે 2095.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.  કોમર્શિયલ સિલિન્ડરની કિંમત આજેથી મુંબઈમાં 1936.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2141 રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો: નવા રાઉંડ માટે થઈ જાવ તૈયાર/ બંગાળની ખાડીમાં 3 લો-પ્રેશર બનશે, અતિ ભારે વરસાદ રાઉન્ડ

ઘરેલું ગ્રાહકોને કોઈ રાહત નથી
એલપીજીનો ઉપયોગ કરતા ગ્રાહકોને આ કપાતનો કોઈ લાભ નહીં મળે. તમને જણાવી દઈએ કે ગયા મહિને 6 જુલાઈના રોજ ઘરેલુ એલપીજીની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. મેથી જુલાઈ દરમિયાન એલપીજીના ભાવમાં આ ત્રીજો વધારો હતો, જેમાં ઊર્જાના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત હજુ પણ 1,053 રૂપિયામાં ઉપલબ્ધ છે.  દેશના મોટાભાગના શહેરોમાં હવે સરકાર દ્વારા ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવી રહી નથી.