khissu

નવા રાઉંડ માટે થઈ જાવ તૈયાર/ બંગાળની ખાડીમાં 3 લો-પ્રેશર બનશે, અતિ ભારે વરસાદ રાઉન્ડ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની અંદર એક વરાપનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાતના મોટા ભાગના ખેડૂતો ખેતીના કામો પતાવી રહ્યા છે. જોકે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આખું વર્ષ ચાલે તેટલું પાણી ભરાયું નથી જેમને કારણે ખેડૂતો હવે એક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફરી ખેડૂતોને જણાવવાનું કે ઓગસ્ટ મહિનો વરસાદથી ભરપૂર રહેશે.

ત્રણ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થશે.
ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ 3 ઓગસ્ટ પછી ચાલુ થઈ શકે છે. 3 ઓગસ્ટ થી પાંચ-છ તારીખ સુધી સામાન્ય હળવો વરસાદ રહેશે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતથી ત્રીજા ભારે અને નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થશે. આવનાર રાઉન્ડ લાંબો ચાલે તેવું વેધર મોડલો જણાવી રહ્યા છે. ગુજરાતમાં 4 ઓગસ્ટ થી લઈ અને 15_20 ઓગસ્ટ સુધીમાં ત્રણ લો-પ્રેસર બને તેવી પૂરી શક્યતા છે. લો-પ્રેશર ઉપરા ઉપરી બની શકે છે.

ઓગસ્ટ મહિનો વરસાદથી ભરપૂર રહેશે. 
અંબાલાલ પટેલ, અશોક પટેલ અને ગુજરાતના મોટા વેધર એનાલિસ્ટો અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 ઓગસ્ટ પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આવનાર વરસાદ રાઉન્ડ ગુજરાતમાં સારો વરસાદ આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહે છે. ચાર તારીખથી આશ્લેષણ નક્ષત્રની પણ શરૂઆત થશે જેમાં ભારે વરસાદના સંજોગો છે.

આશ્લેષા નક્ષત્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે:- સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 3-8-2022 ના રોજ થશે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે. આ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ 9 વાગીને 39 મિનિટે થશે. આશ્લેષા નક્ષત્ર માં સૂર્ય પ્રવેશ બુધવારે કરશે