Top Stories
ટોપ 20 અમીરોની યાદીમાં ગૌતમ અદાણીની ફરીથી એન્ટ્રી, શેર રોકેટ બન્યા અને ચપટીમાં કરોડો-અબજો છાપી લીધા

ટોપ 20 અમીરોની યાદીમાં ગૌતમ અદાણીની ફરીથી એન્ટ્રી, શેર રોકેટ બન્યા અને ચપટીમાં કરોડો-અબજો છાપી લીધા


Gautam adani: દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની સંપત્તિમાં અચાનક ઉછાળો આવ્યો છે અને તેઓ ફરી એકવાર વિશ્વના 20 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે. મંગળવારે અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત વધારો નોંધાયો હતો, જેના કારણે તેમના ગ્રૂપની માર્કેટ વેલ્યુમાં રૂ. 1 લાખ કરોડનો વધારો થયો છે. આ વધારા બાદ તે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ લિસ્ટની ટોપ-20 યાદીમાં સામેલ થઈ ગયા છે. તેમની નેટવર્થ 6.5 બિલિયન ડૉલર વધીને 66.7 બિલિયનને વટાવી ગઈ છે. અગાઉ તે આ યાદીમાં 22મા સ્થાના હતા.

શેરમાં જબરદસ્ત વધારો

મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. અદાણીના માત્ર એક શેરમાં 20 ટકાનો જંગી ઉછાળો નોંધાયો હતો અને અન્ય લિસ્ટેડ શેરોમાં પણ ઉછાળો આવ્યો હતો. આ કારણે ગ્રુપની માર્કેટ મૂડીમાં રૂ. 1 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો. 

સ્ટોક એક્સચેન્જમાં અદાણીના લિસ્ટેડ શેર સોમવારે રૂ. 10.27 લાખ કરોડ હતા, જે મંગળવારે વધીને રૂ. 11.31 લાખ કરોડ થયા હતા. આવી સ્થિતિમાં 1.04 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. 24મી જાન્યુઆરીએ હિંડનબર્ગનો રિપોર્ટ પ્રકાશમાં આવ્યા બાદ આ પ્રથમ વખત હતો જ્યારે ગ્રુપના શેરમાં આટલો વધારો થયો હતો.

અદાણીના શેરમાં શા માટે વધારો થયો?

હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને કોર્ટે ગયા અઠવાડિયે જ આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. આ સમાચાર બાદ અદાણી ગ્રૂપના શેર ફરી વધવા લાગ્યા છે.

ભારતના મુકેશ અંબાણી 13મા સ્થાને

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ લિસ્ટમાં 13મા ક્રમે છે. તેમની કુલ નેટવર્થ લગભગ $89.5 બિલિયન છે. વર્ષ 2023માં મુકેશ અંબાણીની સંપત્તિમાં 2.34 અબજ ડોલરનો વધારો થયો છે. ટેસ્લા અને એક્સ જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્ક હજુ પણ અમીરોની યાદીમાં પ્રથમ સ્થાને છે. 

તેમની કુલ સંપત્તિ 228 અબજ ડોલર છે. બીજા સ્થાને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનું નામ આવે છે જેની કુલ સંપત્તિ 171 અબજ ડોલર છે. બર્નાર્ડ આર્નોલ્ટ $167 બિલિયનની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.