દરેક લોકો એવું વિચારતા હોય છે કે જ્યારે નિવૃતિનો સમય આવે ત્યારે કોઈ આર્થિક સંકડામણ ન થાય તેથી સારી જગ્યાએ રોકાણ કરીને વૃદ્ધાવસ્થાને સિક્યોર કરી લેવી જોઈએ. તેથી તેઓ વિવિધ યોજાનામાં રોકાણ કરતા હોય છે. હવે જો તમે અથવા તમારા પરિવારના કોઈ વડિલોએ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કર્યું હોય તો આ ન્યૂઝ તેમના માટે મહત્વપૂર્ણ છે. જો તમે આ સરકારી યોજનામાં નાણાંનું રોકાણ કરો છો, તો તમારે 31 માર્ચ, 2022 પહેલા તમારું એકાઉન્ટ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે. નહિંતર, જો થાપણદારો લિન્ક નહીં કરે તો રોકડમાં વ્યાજ નહીં મળે.
તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસના નવા નિયમો અનુસાર કેટલાક ખાતાઓ પર રોકડમાં વ્યાજ મળતું બંધ થઈ જશે. આને લગતા નવા નિયમો 1 એપ્રિલથી અમલમાં આવશે, જેમાં વરિષ્ઠ નાગરિક બચત યોજના, માસિક આવક યોજના અને ટર્મ ડિપોઝિટ એકાઉન્ટનો સમાવેશ થાય છે.
જો લિંક નહીં કરાવો તો થશે નુકશાન
પોસ્ટ ઓફિસના નવા નિયમો અનુસાર, વરિષ્ઠ નાગરિક બચત યોજના, માસિક આવક યોજના અને ટર્મ ડિપોઝિટ ડિપોઝિટ ખાતા ધારકો તેમના માસિક/ત્રિમાસિક/વાર્ષિક વ્યાજની ક્રેડિટ માટે તેમનું બચત ખાતું બનાવી શકે છે. (પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ)ને લિંક નથી કર્યું, આવા ગ્રાહકોને બાકી વ્યાજ માત્ર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ દ્વારા જ જમા કરવામાં આવશે અથવા વ્યાજના નાણાં પોસ્ટ ઓફિસ દ્વારા ચેક દ્વારા ચૂકવવામાં આવશે.
લિંક માટે SB-83 ફોર્મ ભરો
આ ખાતાઓને લિંક કરવા માટે થાપણદારોએ SB-83 (ઓટોમેટિક ટ્રાન્સફર) ફોર્મ ભરવાનું રહેશે. તો બીજી તરફ, વ્યાજના નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધાનો લાભ લેવા માટે, અરજી પણ સબમિટ કરવાની રહેશે. આ પછી, પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, તેણે તેને વેરિફિકેશન માટે પોસ્ટ ઓફિસમાં મોકલવું પડશે અથવા જાતે જ જવું પડશે.
આ દસ્તાવેજોની જરૂર પડશે
લિંક કરવા માટે ગ્રાહકે ECS-1 ફોર્મ ભરવું કરવું પડશે.
કેન્સલ ચેક અથવા જે બેંકમાં ખાતુ છે તેની પાસબુકના પહેલા પેજની ફોટોકોપી આપવાની રહેશે.
આ દસ્તાવેજોની સાથે તમારી સ્કીમ અનુસાર પાસબુક પણ પોસ્ટ ઓફિસને આપવાની રહેશે.