khissu

ઘેલી ચિત્રા તોફાની બનશે! વાવાઝોડાની આગાહી, નવી નદીઓ બની જાય તેવા વરસાદની આગાહી, જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત રાજ્યમાં 11 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી ઘેલી ચિત્રા નક્ષત્ર જોવા મળશે. એવું કહેવામાં આવે છે કે ઘેલી ચિત્રા નક્ષત્ર એ એક વર્ષે 999 નવી નદીઓનું સર્જન કર્યું હતું. એટલે તમે આ લોકવાઇકા ઉપરથી અંદાજ લગાવી શકો છો કે થેલી નક્ષત્રમાં વરસાદ પડે તો કેટલો તોફાની વરસાદ પડે.

ઘેલી ચિત્રા નક્ષત્રની આજે સવારે 8:00 વાગ્યાથી શરૂઆત થઈ છે.  ઘેલી ચિત્રા નક્ષત્રનું વાહન ઉંદર છે. ઘેલી ચિત્રા નક્ષત્ર ૨૩ ઓક્ટોબર 2023 સુધી રહેશે.

સામાન્ય રીતે ઘેલી ચિત્રા નક્ષત્રમાં ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થઈ જતી હોય છે એટલે વરસાદની સંભાવના નહિવત હોય છે. તેમ છતાં પણ વાતાવરણમાં અસ્થિરતા સર્જવાને કારણે કારણે માવઠા સ્વરૂપે અમુક વિસ્તારોમાં બપોર પછી ભારે/હળવો વરસાદ જોવા મળે મળતો હોય છે. જો કે આ વર્ષે પણ અંબાલાલ પટેલ દ્વારા અસ્થિરતાને કારણે માવઠા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન.

"એક વાર ઘેલી ચિત્રા નક્ષત્રએ 999 નદીઓનું સર્જન કર્યું હતું"
જૂના લોકોનું માનીએ તો ઘેલીચિત્રા નક્ષત્ર દરમિયાન એક વર્ષે એટલો વરસાદ પડ્યો હતો કે 999 નદીઓનું સર્જન થઈ ગયું હતું. તેના પર થી તમે અંદાજો લગાવી શકો છો કે આ નક્ષત્ર કેટલો ભયાનક વરસી શકે છે.

અહીં ગુજરાતનાં લોકોએ ડરાવવાની કોઈ જરૂર નથી. સદીઓમાં એકાદ વર્ષ એવુ થયુ હોય એટલે હવે વરસાદ પડે તો એવો પડે એવી ચિંતા ન કરવી.માત્ર અહીં તમને જુના લોકોના વેણ રજૂ કર્યા છે. જોકે ભારે વરસાદ ની સંભાવના નહિવત્ છે.

વાવાઝોડાની શક્યતા?
લાંબા ગાળાના મોડલો મુજબ અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા જણાઈ રહી છે. પણ લાંબા ગાળાનુ હોવાથી 30-40% શકયતા જ ગણાઈ. જોકે iod પોઝિટિવ હોવાથી સિસ્ટમ બને તો ઝડપી મજબૂત બનવાની શકયતાને નકારી પણ ના શકાય. Officially માહિતી માટે હવામાન વિભાગની આગાહીને અનુસરવું.