khissu

અંબાલાલની આગાહી પ્રમાણે અનેક જિલ્લામાં વરસાદ શરૂ, મેચ-નવરાત્રિની વાટ લાગશે એ નક્કી! જાણો નવી આગાહી

Gujarat Weather Update: હાલમાં જોવા મળી રહ્યું છે કે નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા પણ પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. તો વળી અંબાલાલ પટેલ પણ કહે છે કે પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદ ખાબકવાનો છે. ત્યારે ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અનેક જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અમરેલી, જુનાગઢ સહિત ઘણી જગ્યાએ વરસાદ ખાબક્યો છે.

અમરેલી જીલ્લાનાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવતો કંઈક અંશે લોકોએ બફારાથી રાહત મેળવી હતી. અમરેલીનાં બગરસા અને ફૂંકાવાવમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢનાં ગીરનાર પર્વત ઉપર અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાતાવરણમાં પલ્ટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

હવે મોટી વાત એ છે કે કાલથી જ નવરાત્રિ શરૂ થઈ રહી છે. પહેલા જ નોરતે સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ખેડા તેમજ આણંદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તો નવરાત્રીનાં બીજા દિવસે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં વરસાદી ઝાપટા પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

હાલ મગફળીની સિઝન ચાલુ હોઈ ખેડૂતો નુકશાન થવાની ભીંતી સેવી રહ્યા છે.  બગસરા ગ્રામ્ય બાદ કુકાવાવમાં પણ વરસાદ પડ્યો હતો.  નવરાત્રિ બે દિવસ પહેલા ગિરનારને પવિત્ર કરવા મેઘરાજાનું આગમન થયું હતું. જેતપુરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, જૂનાગઢ રોડ, એમજી રોડ પર વરસાદી માહોલ જોવા મળ્યો હતો.