બેંક.ઓફ.બરોડાના ખાતાધારકો માટે ખુશખબર છે. BOBએ એપ્રિલ મહિનાથી બચત ખાતા સંબંધિત નિયમોની અંદર અને ચેકના નિયમોની અંદર ફેરફાર કર્યા છે. જે ફેરફારોથી ખાતાધારકોને મોટો ફાયદો થશે. જો તમારું ખાતું પણ BOB માં છે તો આજે જ જાણો સંપૂર્ણ માહિતી.
check: બેંક ઓફ બરોડાએ એપ્રિલ મહિનાથી બદલી મૂક્યા નિયમો.
બેંક ઓફ બરોડાએ તેની ચેક ક્લિયરન્સ પોલિસીમાં ફેરફાર કર્યા છે. 1 ફેબ્રુઆરીથી, BoB એ જાહેરાત કરી હતી કે તમામ ચેક પેમેન્ટ વેરિફિકેશનને આધીન રહેશે. જો કોઈ પુષ્ટિ પ્રાપ્ત ન થાય, તો ચેક પરત કરવામાં આવશે. તે મુજબ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. સાથે બેંકે જણાવ્યું હતું કે ગ્રાહકોએ પણ CTS ક્લિયરિંગ માટે Positive Pay સિસ્ટમનો લાભ લેવો જોઈએ.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર કેવી રીતે ખોલવું ? BoB કસ્ટમર કેર સેન્ટર ખોલવાથી થતી કમાણી ? જાણો અહીં
BOB એ fixed deposit નાં દરોમાં ફેરફાર કર્યા.
હાલમાં બેંક ઓફ બરોડાની વેબસાઇટ અનુસાર, બેંકે 7 દિવસથી 10 વર્ષ સુધીની શરતો સાથે રૂ.2 કરોડથી ઓછી FD પરના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. BOB 7થી 45 દિવસમાં પાકતી FD પર 2.80 ટકા વ્યાજ દર ઓફર કરે છે. જયારે બેંક 46થી 180 દિવસ અને 181થી 270 દિવસની પાકતી FD મુદત માટે અનુક્રમે 3.7 ટકા અને 4.30 ટકાના વ્યાજ દરો ઓફર કરે છે. 271 દિવસ કે તેથી વધુ પરંતુ એક વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર તે 4.4 ટકા વ્યાજ ઓફર કરે છે.
જ્યારે આપને જણાવી દઇએ કે એક વર્ષથી 400 દિવસ સુધીમાં 5.20 વ્યાજદર ઓફર કરે છે. આગળ 400 દિવસથી 2 કે 3 વર્ષ નાં રોકાણ પર 5.20 ટકા જ વ્યાજદર ઓફર કરે છે. જ્યારે 3થી 10 વર્ષ સુધીની FD પર 5.35 ટકા વ્યાજદર આપે છે. આ દરેક દરોમાં સિનિયર સિટીઝનને ઓછું વ્યાજ મળે છે. જે નોર્મલ વ્યાજ દર છે તેમાંથી 0.50 બાદ કરી દેવાનું તેટલું ઓછું વ્યાજ મળશે. એટલે કે જે રોકાણમાં 5.30 વ્યાજ મળે છે તેમાંથી.0.50 એટલે કે (5.30-0.50) = 4.70 વ્યાજ મળશે.
આ પણ વાંચો: BOBના ગ્રાહકો માટે ખુશખબરી: બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને આપી ભેટ
બેંક ઓફ બરોડા એ વિવિધ જગ્યા પર ભરતી પ્રક્રિયા બહાર પાડી છે: બેંક ઓફ બરોડા (BOB) એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર (AMO)ની જગ્યા પર ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે.
BOB એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર 2022: પાત્રતા માપદંડ
શૈક્ષણિક લાયકાત
નીચે દર્શાવેલ વિશેષતાઓમાં 2 વર્ષ પૂર્ણ-સમયની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા:
અનુભવ: BFSI સેક્ટરમાં કૃષિ અને સંલગ્ન ઉદ્યોગોના વ્યવસાયમાં માર્કેટિંગ અને લીડ જનરેટ કરવાનો ઓછામાં ઓછો 03 વર્ષનો અનુભવ
ઉંમર મર્યાદા: મિનિ. 25 વર્ષ - મહત્તમ 40 વર્ષ
અરજી ફી: ઓનલાઈન નેટ બેંકિંગ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને અરજી ફી ચૂકવો.
બેંક ઓફ બરોડા ભરતી 2022: મહત્વની તારીખો
ખાલી જગ્યાની સંખ્યા: 26, પગાર ધોરણ: 15-18/- લાખ (વર્ષ દીઠ)
BOB એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર 2022: પગાર ધોરણ
મહેનતાણું ઉમેદવારની લાયકાતો, અનુભવ, એકંદરે યોગ્યતા, ઉમેદવારના છેલ્લા દોરેલા પગારના આધારે આપવામાં આવશે, જે મેટ્રો સિટીઝ હેઠળ વધુમાં વધુ રૂ. 18 લાખ p.a અને નોન-મેટ્રો શહેરો રૂ.15 લાખ p.a
BOB એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવારોને વધુ વિગતો માટે બેંકની વેબસાઇટ www.bankofbaroda.co.in ની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે અથવા તમે ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા માટે નીચેની લિંકને અનુસરી શકો છો: https://www.bankofbaroda.in/
આ પણ વાંચો: જો આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે તો ચિંતા કરવાની જરૂર નથી, માત્ર એક કોલમાં થઈ જશે સમાધાન