જગતનાં તાત ને નમસ્કાર..
છેલ્લા એક અઠવાડિયથી મગફળીની બજારો પર નજર કરીએ તો મગફળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સામે આવકો પણ પુષ્કળ પ્રમાણમાં વધી છે. અને ખેડૂતોને સારા ભાવો પણ મળી રહ્યા છે. જેથી માર્કેટ યાર્ડમાં ઐતિહાસિક આવકો થઈ રહી છે.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઉછાળો ઝીંકાયો: 1900+ નાં ભાવો, જાણો આજનાં બજાર ભાવ
નિષ્ણાંતોનાં મતે હવે માર્કેટ માર્કેટ યાર્ડમાં મગફળીની 50 ટકા આવકો ઠલવાઈ ગઈ છે. હવે જે મગફળી માર્કેટમાં આવશે એ મગફળીના ભાવ સારા જોવા મળશે. એટલે કે જે ખેડુત મિત્રો પાસે સારી મગફળી પડી હશે એ ખેડૂતો સારા ભાવ મળતા હોવાથી બજારમાં મગફળી લાવશે.
મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. મગફળીની વેચવાલી હવે દિવસે-દિવસે ઘટતી જતી હોવાથી સરેરાશ બજારમાં મજબૂતાઈ હતી. બીજી તરફ તેલ અને દાણામાં પણ ઘરાકી સારી હોવાથી જૂનાગઢ બાજુ ડિલીવરીનાં ભાવમાં ખાંડીએ રૂ.૨૦૦થી ૪૦૦નો ઉછાળો આવ્યો હતો. આગામી દિવસોમાં બજારમાં લેવાલી સારી રહેશે તો બજારો
વધુ સુધરી શકે છે.
સીંગદાણાનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ૨૦મી નવેમ્બરે એક્સપોર્ટનાં કેટલાક વેપારોની ડિલીવરીનો સમય છે, જેને કારણે સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ મજબૂત રહ્યાં છે અને તેની અસરે મગફળી પણ સુધરી છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સુધારાની સંભાવનાં છે.
જાડી અને જીણી મગફળીના કાલના (14/11/2022) ભાવ
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1050 | 1300 |
| અમરેલી | 800 | 1250 |
| કોડીનાર | 1080 | 1221 |
| સાવરકુંડલા | 1145 | 1301 |
| જેતપુર | 846 | 1301 |
| પોરબંદર | 1075 | 1205 |
| વિસાવદર | 885 | 1421 |
| મહુવા | 1288 | 1420 |
| ગોંડલ | 820 | 1276 |
| કાલાવડ | 1050 | 1265 |
| જુનાગઢ | 950 | 1268 |
| જામજોધપુર | 950 | 1250 |
| ભાવનગર | 1171 | 1271 |
| માણાવદર | 1320 | 1321 |
| તળાજા | 1105 | 1249 |
| હળવદ | 1125 | 1376 |
| જામનગર | 900 | 1220 |
| ભેસાણ | 900 | 1190 |
| ધ્રોલ | 1125 | 1221 |
| સલાલ | 1200 | 1400 |
| દાહોદ | 1040 | 1180 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (14/11/2022)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1070 | 1270 |
| અમરેલી | 1042 | 1400 |
| કોડીનાર | 1092 | 1336 |
| સાવરકુંડલા | 1100 | 1500 |
| જસદણ | 1000 | 1265 |
| મહુવા | 1111 | 1168 |
| ગોંડલ | 925 | 1291 |
| કાલાવડ | 1150 | 1342 |
| જુનાગઢ | 1000 | 1195 |
| જામજોધપુર | 950 | 1370 |
| ઉપલેટા | 1015 | 1240 |
| ધોરાજી | 1001 | 1276 |
| વાંકાનેર | 950 | 1541 |
| જેતપુર | 941 | 1471 |
| તળાજી | 1250 | 1665 |
| ભાવનગર | 1081 | 1780 |
| રાજુલા | 1050 | 1210 |
| મોરબી | 1000 | 1394 |
| જામનગર | 1000 | 1835 |
| બાબરા | 1137 | 1233 |
| બોટાદ | 1000 | 1235 |
| ધારી | 1000 | 1211 |
| પાલીતાણા | 1100 | 1181 |
| લાલપુર | 1086 | 1125 |
| ધ્રોલ | 1001 | 1233 |
| હિંમતનગર | 1100 | 1702 |
| પાલનપુર | 1100 | 1444 |
| તલોદ | 1030 | 1620 |
| મોડાસા | 1000 | 1511 |
| ડિસા | 1100 | 1365 |
| ઇડર | 1250 | 1741 |
| ધનસૂરા | 1000 | 1200 |
| ધાનેરા | 1050 | 1315 |
| ભીલડી | 1100 | 1340 |
| થરા | 1132 | 1300 |
| દીયોદર | 1100 | 1310 |
| માણસા | 1140 | 1302 |
| વડગામ | 1180 | 1320 |
| કપડવંજ | 950 | 1000 |
| શિહોરી | 1125 | 1310 |
| ઇકબાલગઢ | 1098 | 1413 |
| સતલાસણા | 1070 | 1370 |
| લાખાણી | 1100 | 1332 |