khissu

Gujarat weather report: મકાનના છાપરા ઉડી જાય એવી આગાહી, આગામી 3 કલાક ખુબ જ ભારે! આ વિસ્તારોમાં આભ ફાટશે?

Gujarat weather report: ઉત્તર ભાગમાં શિયર ઝોનની અસર છે તેને કારણે વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં આજે પણ અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ શિયર ઝોનની અસર સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા જિલ્લાઓમાં રહેવાની હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 26 તારીખથી ચોમાસાનું જોર ઓર વધશે, એટલું જ નહીં, જુલાઈમાં અંતમાં દરિયામાં કંઇક મોટું પણ થશે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યુ કે, કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે, હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઇ રહ્યું નથી. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે. પેસિફિક મહાસગર પર વાદળો હાલમાં નહીવત છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઇ રહ્યાં છે. વાયુ મંડળમાં એટમૉસ્ટફિયરિક વેવ નબળી દિશામાં છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 26 અને 30 જૂલાઈ સિસ્ટમ સક્રિય થશે. ઉત્તરગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે. 26 જૂલાઈથી ઉત્તરગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લૉ પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે છે.

અમદાવાદ સહિત રાજ્યના ઓછા વરસાદ વાળા વિસ્તારને લઇ હવામાન વિભાગની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત સાથે હવે આગામી દિવસોમાં મધ્ય ગુજરાતમાં મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ પડી શકે છે તેની માહિતી આપવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે પણ રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર તથા મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.