છેલ્લાં 5-6 દિવસથી વેધર ચાર્ટ માં ઘણો બધો ફેરફાર થયો છે. ફેરફાર મુજબ સાતમ આઠમથી મેઘોં ફરી આનંદ કરાવશે. થોડાં દિવાસો પહેલાં જણાવ્યા અનુસાર 28-29 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં લો-પ્રેસર સક્રીય થશે. જેમની અસર 30-31 તારીખથી ગુજરાતમાં ચાલુ થઈ જશે.
ક્યાં-ક્યાં જીલ્લામાં સારો વરસાદ પડી શકે છે?
વેધરના બે મોડલમાં અલગ-અલગ રસ્તો લો-પ્રેશરનો બતાવી રહ્યા છે. હજી ફાઇનલના કહી ના શકાય કે ગુજરાતમાં કયા-કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડી શકે.. તેમ છતાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા વરસાદ ચાલુ થશે. અરબી સમુદ્રમાં પણ ભેજનું પ્રમાણ વધે અને સારો વરસાદ આપવા સહાય રૂપ સિસ્ટમ બને તેવી શક્યતા છે.
ગુજરાતનાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 તારીખથી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે. એ પહેલાં ત્યાં ઝાપટાંનો વરસાદ પડી શકે છે. આ વખતે ભારે અને સારો વરસાદ પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે. દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક જીલ્લામાં પાછલનો વરસાદ નુકશાન કારક સાબિત થઇ શકે છે,.
વરસાદ રાઉન્ડ કેટલાં દિવસ ચાલશે?
ગુજરાતમાં 30-31થી ફરી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. જે રાઉન્ડ આગમી 13-15 દિવસ સુધી ચાલશે. ખાસ કરીને 31થી 4 તારીખ સુધી સારો હશે ત્યારે બાદ 7 તારીખથી ફરી 12 તારીખ સુધી સારો વરસાદ રાઉન્ડ ચાલુ રહશે. બંગાળની ખાડીમાં 4-5 તારીખ આજુબાજુ ફરી એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનશે તેવી શકયતા છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે તેવાં પણ સારા સંજોગ બની રહ્યા છે.
શું છે હવામાન વિભાગની આગાહી?
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગમી 4 દિવસ કોઈ વરસાદ શકયતાં નથી પરંતુ સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં સારા વરસાદના સંજોગો બની રહ્યા છે. 30-31તારીખથી દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય બને તો સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડી શકે છે.
ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે. ૧૯ જિલ્લાઓમાં ૫૦ ટકાથી વધારે વરસાદની ઘટ નોંધાઈ રહી છે. ગાંધીનગરમાં 67%, અરવલ્લીમાં 67%, સુરેન્દ્રનગરમાં 64%, વડોદરા મહીસાગરમાં સરેરાશથી 57% ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે રાજ્યમાં ૬૫ ટકા ઓછા વરસાદને કારણે દુષ્કાળ અને જળ સંકટની સ્થિતિ સેવાઈ રહી છે. રાજ્યના 98 ડેમમાં હાલ 25 ટકા જ પાણી છે. ગુજરાતના 22 તાલુકા એવા છે કે જેમાં પાંચ ઇંચથી પણ ઓછો વરસાદ આ વર્ષે થયો છે.