Top Stories
khissu

આજથી નક્ષત્ર બદલાયું: હાથિયા નક્ષત્ર સાથે ગુલાબ વાવાઝોડાની ખાસિયત, ક્યું વાહન, કેટલી અસર?

''જો વરસે હસ્ત તો, પાકે અઢારે વસ્ત''

'' હાથિયો વરસે હાર તો, આખું વર્ષ પાર"

"જો વરસે હાથિયો તો, મોતીએ પૂરાઈ સાથીયો"

ઉપરની 3 જૂની કહેવતો હાથી (હસ્ત) નક્ષત્રને લઈને ખૂબ જ પ્રખ્યાત છે. તમે પણ વારંવાર સાંભળી હશે. હસ્ત નક્ષત્ર એટલે હાથી નક્ષત્ર. આજથી 27 તારીખથી હસ્ત નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે. હાથી નક્ષત્ર ભારે વરસાદનુ છેલ્લું નક્ષત્ર ગણાઈ છે. ત્યાર બાદ નાં (સ્વાતિ, ચિત્રા) નક્ષત્રોમાં માવઠા ગણવામાં આવે છે.

હાથી નક્ષત્રનો વરસાદ ફાયદાકારક અને નુકશાન કારક બંને ગણાઈ છે. જેમ કે છેલ્લે ભારે વરસાદને કારણે પાકતા પાક નુકસાન થઇ શકે છે. અને જે વર્ષે શરૂઆતમાં ઓછો વરસાદ હોય તે વર્ષ પાછળનો હાથિનો સારો વરસાદ ગણી શકાય છે. આ છેલ્લા ભારે વરસાદને કારણે પાણીના તળ પણ ઊંચા આવતા હોય છે. જળ સંકટ અને દુષ્કાળ જેવી સ્થિતિ ન બને. 

હસ્ત નક્ષત્રની ખાસિયત શું છે?
હાથી નક્ષત્રમાં આગળનાં 4 દિવસ ભારે હોય છે. જો હાથિઓ સુંઢ ફેરવે તો વરસાદ પડતો હોય છે. કહેવાઈ છે કે હાથી ત્રણ પગ (3 દિવસ) ઊંચા કરી લે પછી વાંધો ના આવે એટલે કે ભારે વરસાદ નાં પડે. અને ઘણી વાર છેલ્લે વરસાદ પડે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે હાથી પુછડી ફેરવતો ગયો. મતલબ ઘણી છેલ્લે વખ ત ભારે વરસાદ પડી જતો હોય છે. 

હાથિયા નક્ષત્રમાં તીવ્ર કડાકા-ભડાકા સાથે વરસાદ જોવા મળતો હોય છે. અમુક વિસ્તારોમાં વીજળી પડવાના કિસ્સા પણ મળી આવતાં હોય છે. ઘણી વાર મિની વાવાઝોડા જેવા પવન (wind) સાથે વરસાદ નું આગમન થતું હોય છે. હાથી નક્ષત્રમાં બપોર બાદ થી સાંજના સમયગાળામાં વધારે વરસાદ પડતો હોય છે. જ્યાં વરસાદ પડે ત્યાં ભારે વરસાદ પડી જતો હોય છે.

આજથી હસ્ત નક્ષત્રની શરૂઆત
ભાદરવા વદ, છઠ્ઠ અને સોમવારે તારીખ 27-09-2021ના રોજ સૂર્યનું પરિભ્રમણ હસ્ત નક્ષત્રમાં થયું છે. સવારે 6 અને 44 મિનિટે હસ્ત નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે. ગામડાંનાં લોકો હસ્ત નક્ષત્રને હાથી નક્ષત્ર તરીકે ઓળખે છે. 

હસ્ત (Hathi) નક્ષત્રનું વાહન શું છે? 
ફાલ્ગુની નક્ષત્રમાં દેડકો વાહન હતું તેમ હસ્ત નક્ષત્રમાં વાહન ઘોડો છે. ત્યાર બાદ ચિત્રા નક્ષત્રની શરૂઆત થશે જેમનું વાહન મોર હશે. હસ્ત નક્ષત્ર બાદ વરસાદનાં બીજા બે નક્ષત્રો બાકી રહશે: ચિત્રા અને સ્વાતિ નક્ષત્ર

Weather Model મુજબ હસ્ત નક્ષત્રમાં વરસાદ આગાહી? 
હાથી નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે જે વિસ્તારોમાં વરસાદ પડે ત્યાં ભારે વરસાદ પડતો હોય છે. આ નક્ષત્રમાં પવનની ગતિ પણ જોવા મળતી હોય છે. હસ્ત નક્ષત્રની શરૂઆતમાં ગુજરાતના જુદા-જુદા ભાગોમાં ભારે વરસાદની આગાહી રહેલી છે. સાથે ગુલાબ વાવાઝોડાની અસર પણ ગુજરાતમાં જોવા મળવાની છે.

ગઈ કાલે ગુલાબ વાવાઝોડું ઓરિસ્સા-આંધ્રપ્રદેશ વચ્ચે ટકરાઈ ચૂક્યું છે. જોકે તેમની અસર ગઈ કાલથી જ ગુજરાતમાં ચાલુ થઈ ચૂકી છે. આવનાર 2-3 દિવસ સુધી હજી પણ ચાલુ રહેશે. 27-28-29 (September) તારીખમાં ઘણાં ભાગોમાં વરસાદ ચાલુ રહશે. ત્યાર બાદ 5 તારીખ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. જોકે હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ સુધી વરસાદ આગાહી જણાવી છે.

ગુલાબ વાવાઝોડું ટકરાયા બાદ નબળું પડયું છે. જે SC (Cyclone strome) માં હતું હવે DD ( Dep Depression) માં ફેરવાયુ છે. આગળ ફરી D (Depression) > WL> L> UAC માં ફેરવાઈ જશે. જોકે ત્યાર બાદ પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી જણાઈ રહી છે. હાલનું વાવાઝોડું અરબી (arebian sea) સમુદ્રમાં જઈને મજબૂત બને તેવી પણ સંભાવના રહેલી છે. પરંતુ ત્યાર ગુજરાતથી દૂર જતું રહ્યું હશે. ગુજરાતમાં સામાન્ય, મધ્યમ અને હળવો વરસાદ જોવા મળશે. જોકે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે.

ગુલાબ વાવાઝોડા (Gulab Cyclone) ની વધારે માહિતી આગમી દિવસોમાં અમે Khissu ની Application માં જણાવતાં રહીશું. માટે આજે જ Khissu ની Application ડાઉનલોડ કરી લેજો. આભાર- Team Rakhdel