કાલથી આશ્લેષા નક્ષત્ર: કયું વાહન ? કેટલાં દિવસ? કેવો વરસાદ? જાણો અહીં

કાલથી આશ્લેષા નક્ષત્ર: કયું વાહન ? કેટલાં દિવસ? કેવો વરસાદ? જાણો અહીં

વરસાદનું નવુ નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર 03/08/2022 થી શરૂ થઈ રહ્યુ છે. અને 16/08/2022 સુધી રહેશે. આ નક્ષત્રનું વાહન મોર છે. અને સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ 3 તારીખે સવારે 9 ને 38 મિનિટે થશે.

આશ્લેષ નક્ષત્રની પ્રાચીન લોકવાયકા:
આશ્લેષા ચગી તો ચગી
અને ફગી તો ફગી

આ કહેવત મુજબ આશ્લેષા નક્ષત્રમાં સારો વરસાદ વરસે તો વરસી જતો હોય છે. અને આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ન પડે તો નાં પણ પડતો હોય છે. પરંતુ હાલના હવામાન મોડેલ પ્રમાણે આશ્લેષા નક્ષત્ર દરમિયાન 8 તારીખથી લઈને 16 તારીખ સુધીમાં ઉપરાઉપરી વરસાદી સિસ્ટમનાં કારણે ગુજરાતના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદનો નવો રાઉન્ડ 2,3 અને 4 તારીખ, બે મોટી આગાહી

એટલે કે આશ્લેષા નક્ષત્રમાં સારા વરસાદના યોગ જોવા મળી રહ્યા છે. સાથે જ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્રારા પણ આશ્લેષા નક્ષત્રમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં 2 થી 4 તારીખ સુધીમાં ભારે વરસાદની ધીમે ધીમે શરુઆત થશે. જો કે 4 તારીખ બાદ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે.

આ પણ વાંચો: સારી ડુંગળીનાં ૩૦૦ રૂપિયા ડુંગળીનાં ભાવમાં ટૂંકી વધઘટે અથડાતા ભાવ 

મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. જેમાં વલસાડ અને નવસારી તેમજ સુરતમાં વરસાદથી જળસ્તર વધી શકે છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે સાબરમતી નદીનું જળસ્તર વધશે. વળી મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે.

આમ, આગામી સમય દરમીયાન ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.