લાંબા વરસાદી વિરામ બાદ વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. આજથી નવું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે. વરસાદનું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર આજથી 16 તારીખ સુધી રહેશે. આ નક્ષત્રનું વાહન મોર છે. અને સુર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ આજે સવારે 9 વાગ્યા ને 38 મિનિટે થઈ ગયો છે.
આ પણ વાંચો: કાલથી આશ્લેષા નક્ષત્ર: કયું વાહન ? કેટલાં દિવસ? કેવો વરસાદ? જાણો અહીં
આશ્લેષા નક્ષત્રની એક પ્રાચીન લોકવાયકા પણ છે કે આશ્લેષા ચગી તો ચગી અને ફગી તો ફગિ આ કહેવત મુજબ આશ્લેષા નક્ષત્રમાં સારો વરસાદ વરસે તો વરસી જતો હોય છે.
આશ્લેષા નક્ષત્રને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 4 તારીખ બાદ રાજ્યમાં સારો એવો વરસાદ જોવા મળશે.
ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદનું જોર વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે. વેધર વોચ ગ્રુપની સાપ્તાહિક બેઠક મંગળવારે વિડ્યો કોન્ફરન્સનાં માધ્યમથી યોજાઈ હતી. જેમાં હવામાન વિભાગના નિયામક મનોરમાં મોહિન્તી એ જણાવ્યુ હતું કે રાજ્યમાં ઓગસ્ટ મહિના દરમિયાન અતી ભારે વરસાદની શક્યતા નહીવત છે. જો કે આગામી 4 - 5 દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર એક જ વાર રોકાણ કરી, દર મહિને મેળવો ઊંચુ વળતર
નોંધનિય છે કે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. જો કે કેટલાક વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 4 ઓગસ્ટથી કચ્છ અને સૌરાષ્ટ્માં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ત્યારબાદ 6 ઓગસ્ટથી વરસાદનું સામાન્ય જોર વધશે. જો કે ભારે થી અતી ભારે વરસાદની કોઈ જ આગાહી નથી. સમગ્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં વરસાદ થશે. તેવું મનોરમા મોહિંતિએ જણાવ્યું હતું. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની માનીએ તો આખો મહિનો વરસાદી માહોલ યથાવત રહેશે.