આવતી કાલથી ભારે વરસાદની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે?

આવતી કાલથી ભારે વરસાદની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે?

ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજયના કેટલાક વિસ્તારોમાં હળવા થી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતું છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે.

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી બે દિવસ રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે. ત્યાર બાદ છૂટા છવાયા વિસ્તારોમાં હળવા થી ભારે ઝાપટાં વરસી શકે છે. જો કે સૌરાષ્ટ્રમાં હજુ પણ એક દિવસ અમુક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

થઈ જાવ તૈયાર; આવી રહ્યો છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ, જાણો કઈ તારીખથી?

સૌરાષ્ટ્રમા ખાસ કરીને અમરેલી તેમજ ભાવનગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતમાં કોઈક કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિા ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ, સુરતનાં વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેને વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતું એક ટ્રેક છે જે અરબી સમુદ્રથી રાજસ્થાન તરફ જઈ રહ્યું છે. જેના કારણે રાજ્યના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.