છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે આજે રાત્રે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ પણ વરસાદ આગળ વધ્યો છે.
આ પણ વાંચો: Gujarat Weather Forecast: અશોક પટેલ દ્વારા ચોમાસું બેસવાને લઈને 5 મોટી આગાહી
હવામાન મોડેલ મુજબ આજે સૌરાષ્ટ્રમાં જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ આ તમામ જિલ્લાના વિસ્તારોમા છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે તેમ છે.
આ પણ વાંચો: હવામાન + અંબાલાલ પટેલની આગાહી/ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાથે તોફાની વરસાદ આગાહી
મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર આ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: આજથી 3 દિવસ ધોધમાર ગાજવીજ સાથે આ વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં?
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આજે દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ તમામ જિલ્લામાં દિવસ દરમીયાન વરસાદી છાંટા અને કેટલાક વિસ્તારોમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે.