રાજસ્થાન ઉપર આવેલી સિસ્ટમ સક્રીય થતા આવનારા 24 કલાક માં ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા આ જિલ્લામા ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસે ખાતાધારકો માટે શરૂ કરી આ જબરદસ્ત સુવિધા, તમે પણ જાણી લો આ ખુશખબરી
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 27 તારીખ બાદ રાજ્યમા વરસાદનું જોર ઘટી જશે. અને એક અઠવાડીયા સુધી રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વરાપ નીકળી શકે છે. પરંતુ છૂટા છવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પણ પડી શકે તેમ છે.
આ પણ વાંચો: ડુંગળીમાં મણે રૂ. ૧૦ થી ૨૦ નો ઘટાડો: જાણો આજના તાજા બજાર ભાવ...
સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સૂરત, વલસાડ, નવસારી, ભરૂચ અને તાપી જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.