રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને કપાસ સહિત તમામ પ્રકારની જણસીની નવી આવક શરૂ થઇ જવા પામી છે. આજે મગફળીની 18 હજાર ગુણીની આવક થવા પામી હતી. જ્યારે નવો કપાસ પણ 17 હજાર ગુણી આવ્યો હતો. નવા કપાસની 17 હજાર મણ જેટલી આવક થવા પામી છે. પ્રતિ મણ કપાસનો ભાવ રૂા.1600થી રૂા.1800 બોલાયો હતો. કપાસમાં હજી ભીનાશનું પ્રમાણ વધુ હોવાના કારણે ભાવ થોડા નીચા બોલાય રહ્યા છે.
આ પણ વાંચો: મગફળીમાં રૂ.1700 ને પાર, ભુકકા બોલાવતી તેજી, વેચતા પહેલા ભાવ જાણી લો, જાણો આજના તમામ બજારોના ભાવ
હાલ જે કપાસ આવે છે તેમાં 40 પોઇન્ટથી વધુ હવાનું પ્રમાણ આવી રહ્યું હોવાથી જીનર્સોના હાલના ભાવે કપાસ ખરીદવો પોષાય તેમ ન હોવાથી ખરીદીનું પ્રમાણ મંદ જોવા મળી રહ્યું છે. કપાસની આવકો વધી રહી છે પરંતુ ક્વોલિટી નબળી છે, જેથી જીનિંગવાળા સ્પીનિંગવાળાઓ ક્વોલિટી સુધરવાની અને ભાવ ઘટવાની રાહમાં છે.
દિવાળી બાદ જીનિંગ મિલો ધમધમતી થઇ જશે તેવો આશાવાદ છે. હાલ ગુજરાતમાં લોકલ યાર્ડનો કપાસ અને મહારાષ્ટ્રના કપાસની આવક થકી કામકાજ ચાલી રહ્યું છે. દરમિયાન સીઝન પિક પર જશે ત્યારે મેઇનલાઇન તેમજ મહારાષ્ટ્ર સિવાય કર્ણાટક સહિતના પરપ્રાંતોમાંથી કપાસની ગાડીઓની આવક શરૂ થઇ જશે.
આ પણ વાંચો: FD પર કઇ બેંક કેટલું ચૂકવે છે વ્યાજ? તપાસો અહીં આ ત્રણ બેંકોના વ્યાજદર
સૌરાષ્ટ્રમાં બુધવારે 2,24,400 મણ કપાસની આવક નોંધાઇ હતી, જેમાં રાજકોટમાં 20,000, બોટાદમાં 60,000, હળવદમાં 37,000, અમરેલીમાં 18,000, સાવરકુંડલામાં 10,000, જસદણમાં 20,000, ગોંડલમાં 7,000, બાબરામાં 15,000, વાંકાનેરમાં 1,300, મહુવામાં 1,500, તળાજામાં 11,000, ગઢડામાં 7,000, રાજુલામાં 3,300, ઉનામાં 1,300, વિજાપુરમાં 6,000 અને વીંછિયામાં 6,000 મણની આવક થઇ હતી.
કપાસના બજાર ભાવ (11/10/2022)
કપાસના બજાર ભાવ (cottan market yard price) | ||
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1166 | 1800 |
અમરેલી | 1000 | 1809 |
સાવરકુંડલા | 1680 | 1830 |
જસદણ | 1400 | 1780 |
બોટાદ | 1385 | 1932 |
મહુવા | 1100 | 1774 |
ગોંડલ | 1201 | 1841 |
કાલાવડ | 1600 | 1885 |
જામજોધપુર | 1450 | 1800 |
ભાવનગર | 1200 | 1761 |
જામનગર | 1400 | 1865 |
બાબરા | 1620 | 1840 |
વાંકાનેર | 1400 | 1802 |
મોરબી | 1650 | 1800 |
રાજુલા | 1400 | 1832 |
હળવદ | 1500 | 1800 |
વિસાવદર | 1493 | 1781 |
તળાજા | 1000 | 1821 |
બગસરા | 1550 | 1800 |
ઉપલેટા | 1500 | 1810 |
માણાવદર | 1450 | 1951 |
વિછીયા | 1600 | 1780 |
ભેસાણ | 1600 | 1800 |
ધારી | 1435 | 1801 |
લાલપુર | 1515 | 1864 |
ખંભાળિયા | 1611 | 1729 |
ધ્રોલ | 1518 | 1811 |
દશાડાપાટડી | 1700 | 1750 |
પાલીતાણા | 1550 | 1790 |
સાયલા | 1678 | 1810 |
હારીજ | 1700 | 1825 |
ધનસૂરા | 1600 | 1800 |
વિસનગર | 1600 | 1840 |
વિજાપુર | 1450 | 1841 |
કુંકરવાડા | 1400 | 1822 |
ગોજારીયા | 1450 | 1835 |
હીંમતનગર | 1551 | 1801 |
માણસા | 1525 | 1821 |
કડી | 1600 | 1835 |
મોડાસા | 1550 | 1750 |
પાટણ | 1600 | 2001 |
થરા | 1680 | 1840 |
સિધ્ધપુર | 1650 | 1844 |
ડોળાસા | 1305 | 1850 |
દીયોદર | 1500 | 1650 |
બેચરાજી | 1697 | 1777 |
ગઢડા | 1601 | 1791 |
ઢસા | 1640 | 1822 |
કપડવંજ | 1200 | 1500 |
ધંધુકા | 1675 | 1788 |
ચાણસ્મા | 1671 | 1812 |
ખેડબ્રહ્મા | 1785 | 1805 |
ઉનાવા | 1451 | 1832 |
લાખાણી | 1700 | 1760 |
દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો