મગફળીમાં રૂ.1700 ને પાર, ભુકકા બોલાવતી તેજી, વેચતા પહેલા ભાવ જાણી લો, જાણો આજના તમામ બજારોના ભાવ

મગફળીમાં રૂ.1700 ને પાર, ભુકકા બોલાવતી તેજી, વેચતા પહેલા ભાવ જાણી લો, જાણો આજના તમામ બજારોના ભાવ

છેલ્લા પંદરેક દિવસથી દરેક યાર્ડમાં મગફળીની ધીમી ગતીએ આવકો વધતી જોવા મળી રહી છે, તો પણ સામે લેવાલી જળવાયેલ હોવાથી ખેડૂતોને જેવો માલ એવા ભાવ મળી રહ્યાં છે.

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસાની વિદાય થતાની સારોજ મગફળી સહિતના પાકોની યાર્ડોમાં બમલક આવક લાગતાની સાથેજ રાજકોટ, જામનગર, ગોંડલ, સહિતના માર્કેટીંગ યાર્ડોમાં આજે મગફળી મબલક આવક થતા રોક લગાવવી પડી હતી તો રેકર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

આ પણ વાંચો: નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1725, જાણો આજના મગફળીના બજારભાવ

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં થતી હરરાજીમાં ગત વર્ષે મગફળીના સૌથી ઉંચા ભાવ 1665 નોંધાયા હતાં. ચાલું સિઝનમાં છેલ્લા 15 દિવસથી નવી મગફળીની આવક શરૂ થવા પામી છે, ખેડુતો મગફળીનો જથ્થો લઇ હાપા માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે જેમાં આજે ખોજા બેરાજાના ખેડુત સવજીભાઇ નાનજીભાઇ ભંડેરી પણ તેમની મગફળી યાર્ડમાં લાવ્યા હતાં, યાર્ડમાં મગફળીની હરરાજીની શરૂઆત થતાં તેઓની મગફળીના ભાવ સૌથી ઉંચા 1710 મળ્યા હતાં.

કેવા રહેશે ભાવ ?
મગફળની બજારમાં વેચવાલી વધી હોવાથી અને જે આવકો થાય છે તેમાં સુકા માલની આવકો પણ વધી હોવાથી સરેરાશ મગફળીના ભાવ પીઠાઓમાં મણએ રૂ.૩૦થી ૫૦ ઘટી ગયા હતા. વેપારીઓ કહે છેકે બજારો હજી પણ ઘટે તેવી ધારણા છે. જોકે મોટો આધાર સીંગતેલ ઉપર રહેલો છે. સીંગદાણાની બજારમાં તો ટને રૂ.૧૦૦૦થી ૨૦૦૦ ઘટ્યાં હોવાથી મગફળીની બજારોમાં વધુ ઘટાડાની સંભાવનાં નકારી શકાય તેમ નથી. દાણામાં હજી ચીનનાં વેપારો વેકેસન ખુલ્યાં બાદ પણ જોઈએ એટલા નીકળા નથી અને ભાવ નીચા બોલે છે પરિણામે બજારો ઘેટે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: આજે બજારમાં ભારે ઉછાળો: જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

જાડી અને જીણી મગફળીના કાલના (12/10/2022) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

તા. 12/10/2022 બુધવારના જાડી મગફળીના બજાર ભાવ

માર્કેટીંગ યાર્ડ

નિચા ભાવ

ઉચા ભાવ

રાજકોટ

1030

1346

અમરેલી

900

1350

પોરબંદર

1330

1335

વિસાવદર

884

1496

મહુવા

925

1436

ગોંડલ

900

1461

કાલાવડ

1150

1324

જુનાગઢ

950

1348

જામજોધપુર

1000

1325

ભાવનગર

1100

1338

માણાવદર

1375

1380

તળાજા

900

1346

જામનગર

1000

1280

ભેસાણ

900

1220

સલાલ

1300

1600

દાહોદ

1040

1180 

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (12/10/2022)

તા. 12/10/2022 બુધવારના ઝીણી મગફળીના બજાર ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ10101360
અમરેલી9651335
કોડીનાર9111360
જસદણ9001350
મહુવા9521398
ગોંડલ9251546
કાલાવડ12501526
જુનાગઢ10001458
જામજોધપુર10001346
ઉપલેટા11251305
ધોરાજી10011231
વાંકાનેર11411469
તળાજા11501509
ભાવનગર10001686
રાજુલા9001222
મોરબી10401373
જામનગર11001420
બાબરા9851165
ધારી8951175
ખંભાળિયા9551270
ધ્રોલ11001310
હિંમતનગર12001634
પાલનપુર10861550
તલોદ11801651
મોડાસા11501580
ડિસા11111436
ઇડર13001655
ધાનેરા11001400
ભીલડી10001414
થરા12501430
દીયોદર10001400
વડગામ11551401
શિહોરી11501365
ઇકબાલગઢ11841401
સતલાસણા10501331
લાખાણી12001300 


 દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.