કપાસના ભાવમાં ઐતિહાસિક તેજી, ગામડે બેઠા કપાસના ભાવ 2200 ને પાર

કપાસના ભાવમાં ઐતિહાસિક તેજી, ગામડે બેઠા કપાસના ભાવ 2200 ને પાર

સૌરાષ્ટ્રની શરૂ માર્કેટ યાર્ડોમાં કપાસનાં ભાવ હજી પણ ટકેલા છે. જેનું મુખ્ય કારણ યુક્રેન રશિયા યુધ્ધ છે. જો કે આ યુદ્ધ હવે પૂરા થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે, પરંતુ તેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડી છે. જેમાં રાજકોટ યાર્ડમાં ગત વર્ષે આ સીઝનમાં મહત્તમ રૂ।.1400 થી 1500ના ભાવે વેચાતા કપાસનો આજે પ્રતિમણ રૂ।.2400નો ભાવ જોવા મળ્યો હતો.જે અત્યારસુધીનો સૌથી ઉંચો ભાવ છે,

આ પણ વાંચો: ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોએ ટેક્સ ચૂકવવો પનહિ પડે. નીતિન ગડકરીએ જણાવ્યુ કે કેવી રીતે મળશે લાભ

કપાસમાં ગુરૂવારે ભાવ ટકેલા હતા પણ ખેડૂતો મક્કમ હોઇ ગામડે બેઠા કે જીનપહોંચ જોઇતો કપાસ મળતો ન હોવાની બૂમ ચારેતરફથી ઉઠી હતી. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા રૂા.૨૨૦૦ના ભાવે કપાસ   માગનારાઓને પણ જોઇએ તેવો સુપર કપાસ મળતો નથી. જે ખેડૂતો પાસે સુપર બેસ્ટ કપાસ પડ્યો છે તેઓ  હવે રૂા.૨૫૦૦ની નીચે વેચવો નથી તેવું બોલવા લાગ્યા છે.

આ પણ વાંચો: ઇન્કમ ટેકસ અપડેટ: આ મહિને જ પતાવી લો આ 4 કામ, નહીતર આવતા મહિનેથી થશે મુશ્કેલી

જીનોને સારો કપાસ ફરજિયાત લેવો પડે છે તો જ સારી લેન્થનું રૂ બને છે. હલકો અને  નબળો કપાસ જોઇએ તેટલો મળે છે  પણ સારો કપાસ ન મળે ત્યાં સુધી જીનો ચાલતી નથી. ફરધર કપાસના રૂા.૧૬૦૦ એક અઠવાડિયા પહેલા  બોલતા હતા પણ હવે રૂા.૧૮૦૦ની નીચે એકપણ જાતનો કપાસ મળતો નથી.

જીનપહોંચ ફરધરના રૂા.૧૮૦૦ થી ૧૮૦૦, મિડિયમના રૂા.૧૯૦૦ થી ૨૦૦૦, મિડિયમ બેસ્ટના રૂા.૨૦૦૦ થી ૨૧૦૦ અને સુપર બેસ્ટના રૂા.૨૧૦૦ થી ૨૨૦૦ બોલાતા હતા.

આ પણ વાંચો: રાશન કાર્ડ લાભાર્થીઓ માટે કેન્દ્ર સરકારે કરી આ મોટી જાહેરાત, તમે પણ જાણી લો

જો કે હવે માર્કેટ યાર્ડો આખર મહિનાના કારણે બંધ છે. પરંતુ જીનર્સોને કપાસ નુ ખપ પડી રહી છે. તેથી ગામડે ગામડે ફરીને સારી ક્વોલિટીનો કપાસ લઈ રહ્યા છે. જે ખેડૂતો પાસે સારી ક્વોલિટીનો કપાસ છે તે ખેડૂતો 2500 ની નીચે વેંચવા તૈયાર નથી. તેથી ગામડે બેઠા ખેડૂતોએ કપાસ ઊંચી સપાટીએ વેંચી રહ્યા છે. 

હવે જાણી લઈએ ગઈકાલના( 24/03/2022) કપાસ ભાવો: 

માર્કેટીંગ યાર્ડ

નિચા થી ઉચા ભાવ

સાવરકુંડલા

1660-2310

મહુવા

140-2288

જામજોઘધપુર

1725-2345

ભાવનગર

1300-2260

બાબરા

1650-2500

તળાજા

1400-2195

બગસરા

1700-2405

ઉપલેટા

1700-2355

માણાવદર

1700-2285

ધોરાજી

1926-2300

વિછીયા

2000-2220

ધારી

1530-1605

પાલીતાણા

1525-2250

હારીજ

1550-1951

ધનસૂરા

1600-1920

વિસનગર

1250-2339

વિજાપુર

1621-2360

કુંકરવાડા

1570-2270

ગોજારીયા

1100-2125

હિંમતનગર

1721-2130

કડી

1701-2150

પાટણ

1850-2178

સિધ્ધપુર

1851-2329

ગઢડા

1700-2405

કપડવંજ

1550-1650 

આ પણ વાંચો: PM સુરક્ષા વીમા યોજનાઃ આ યોજનામાં 12 રૂપિયાનું પ્રીમિયમ ભરવા પર મળશે 2 લાખ સુધીનું વીમા કવચ

-આભાર