Top Stories
PM સુરક્ષા વીમા યોજનાઃ આ યોજનામાં 12 રૂપિયાનું પ્રીમિયમ ભરવા પર મળશે 2 લાખ સુધીનું વીમા કવચ

PM સુરક્ષા વીમા યોજનાઃ આ યોજનામાં 12 રૂપિયાનું પ્રીમિયમ ભરવા પર મળશે 2 લાખ સુધીનું વીમા કવચ

આપણે સૌ કોઈ લોકો ભવિષ્યને લઈને ચિંતિત હોઈએ છીએ. એવામાં આપણે ઘણી જગ્યાએ ભવિષ્યનાનુ પ્લાનિંગ કરીને રોકાણ કરતાં હોઈએ છીએ. જ્યારે ઘરમાં કોઈ સદસ્યનુ અકસ્માત થાય છે ત્યારે પરીવાર પર દુઃખોનો પહાડ તૂટી પડે છે. જેથી આપણે વીમા કવર લેવું જરૂરી છે.

એટલે જ અમે ભારત સરકારની એક ખાસ સ્કીમ વિશે જાણકારી લઈને આવ્યા છીએ. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ યોજનાની અંદર વ્યક્તિને આકસ્મિક વીમો આપવામાં આવે છે.

હજુ પણ ભારતમાં બહુ ઓછા લોકો આ યોજના વિશે જાણે છે. આ પોસ્ટમાં આજે અમે તમને આ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત, અમે એ પણ જાણીશું કે તમે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ, લોકોને અકસ્માત અથવા અપંગતાના કિસ્સામાં સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ, વીમાધારકને 2 લાખ રૂપિયાનું અકસ્માત કવર મળે છે.  વીમા કવરનો લાભ લેવા માટે, તમારે એક વર્ષમાં 12 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.

18 થી 70 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં, પ્રીમિયમની રકમ તમારા બેંક ખાતામાંથી દર વર્ષે 1લી જૂને ઓટો ડેબિટ સુવિધા દ્વારા કાપવામાં આવે છે.

આ યોજના હેઠળ જો તમે આંશિક રીતે અક્ષમ થઈ જાઓ છો.  આ કિસ્સામાં, તમને એક લાખ રૂપિયા સુધીની રકમ મળે છે.  બીજી બાજુ, જો વ્યક્તિ મૃત્યુ પામે છે અથવા કોઈપણ રીતે અપંગ બની જાય છે તો તેને 2 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. આ યોજના માટે અરજી કરવા માટે, તમારે તમારી નજીકની બેંકમાં જવું પડશે. ત્યાં જઈને તમે અરજી ફોર્મ ભરી શકો છો અને તેમાં ખાતું ખોલાવી શકો છો.