Top Stories
khissu

સારા વરસાદ માટે હજી કેટલાં દિવસ રાહ જોવી પડશે? Skymet + weather ચાર્ટ અહેવાલ મુજબ

ચોમાસાની સ્થિતિ ત્યારે જ પ્રબળ બને જ્યારે પૂર્વીય પવન ફૂંકાય, ભેજનું પ્રમાણ વધે, ઘેઘૂર વાદળો છવાયેલા રહે અને સતત જુદાં જુદાં વિસ્તારોમાં વરસાદ પડે. જ્યારે હાલમાં આ દરેક પરિબળો નબળાં પડી ચૂક્યા છે. હાલમાં જમીનથી 1000 ફૂટની ઊંચાઈએ પૂર્વ ને બદલે પશ્ચિમી પવનો ફૂંકાય રહ્યા છે જેમના કારણે મજબૂત સિસ્ટમ બની રહી નથી તેથી આગામી એક અઠવાડિયા સુધી પ્રબળ ચોમાસુ જોવા મળે એવી સંભાવના ઘણી ઓછી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્ય અક્ષાંશના પશ્ચિમી પવનોને કારણે ઉત્તર પશ્ચિમ ભારતના બાકીના ભાગોમાં પણ ચોમાસું ધીમુ પડવાની સંભાવના છે, પશ્ચિમ પવનો ઉત્તર-પશ્ચિમ ભારતના બાકીના ભાગોમાં ચોમાસાને આગળ વધતું અટકાવી શકે છે આવી સ્થિતિમાં એક અઠવાડિયા સુધી સારો વરસાદ પડવાની સંભાવના ઓછી ગણી શકાય. જુલાઈ મહિનાની શરૂઆતથી વાતાવરણમાં સુધારો જોવા મળી શકે છે.

સારા વરસાદનો રાઉંડ ક્યારે ચાલુ થઈ શકે?
વેધર ચાર્ટના માધ્યમથી બાકી રહેલ જૂન મહિનામાં ભારેથી અતિભારે સાર્વત્રિક વરસાદના કોઈ સંજોગો જણાતા નથી. જો કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના પાંચ ( ડાંગ, નવસારી, વલસાડ, સુરત અને ભરૃચ) જિલ્લામાં ભારે વરસાદની આગાહી જણાવેલ છે.જુલાઈ મહીનાની શરૂઆત થી ધીમે-ધીમે વાતાવરણમાં સુધારો જોવા મળશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ શકે છે અને ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા બાજુથી વરસાદ રાઉંડ ચાલુ થઈ શકે છે. જોકે 5-7 જુલાઈથી આ રાઉંડ શરૂ થઈ શકે છે. ત્યાર બાદ 5-6 દિવસ વરસાદ જુદા-જુદા વિસ્તારોમાં પડી શકે છે. જુલાઈ મહિનાનાં પ્રથમ અઠવાડીયામાં સારો વરસાદ પડે તેવી સ્થિતિ ખાસ જણાતી નથી.

Skymet દ્વારા અનુમાન?
વરસાદની આગાહી કરતી Skymet ખાનગી સંસ્થાએ પોતાના youtube વિડિયોનાં માધ્યમથી જણાવ્યું છે કે છેલ્લાં કેટલાંક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ છે અને હજી પણ દક્ષિણ ગુજરાતમાં ( સુરત, વલસાડ, નવસારી, ભરૂચ જિલ્લામાં) અને ભાવનગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે, ભારે વરસાદ ની શકયતાં ઓછી ગણવી. સાથે તેમણે જણાવ્યું હતું કે જૂન મહિનામાં જેટલો વરસાદ ધારવામાં આવ્યો હતો એમની કરતાં 11% વધારે વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ માટે જુલાઈ મહિનામાં એક અઠવાડિયું રાહ જોવી પડશે. એટલે કે જુલાઇના પ્રથમ અઠવાડિયામાં સારા વરસાદના સંજોગો ખૂબ જ ઓછા જણાઈ રહ્યા છે.

જૂન અને જુલાઈના વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે.
1) ગુજરાતમાં 28-29 જૂનના રોજ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.

2) જુલાઇ મહિનામાં સારો વરસાદ આવવાની શક્યતા છે. 

3) 13 જુલાઈ પછી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પશ્વિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા સહિતના ભાગો, ઉત્તર ગુજરાત માં મહેસાણા, હારીજ, પાટણ, સિધ્ધપુર, બેચરાજી, કડી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, વિરમગામનાં ભાગોમાં સારો વરસાદ થશે.

વરસાદની વધારે માહિતી ( પૂર્વાનુમાન, વરસાદ હકીકત, વરસાદ વાવડ, વગેરે...) અમે Khissu ની Application માં જણાવતાં રહીશું માટે આજે જ khissu ની Application ડાઉનલોડ કરી લેજો.