આગામી દિવસોમાં કેવી રહેશે એરંડાની બજાર: એરંડાના ભાવ વધશે કે ઘટશે? ગુજરાતની માર્કેટ યાર્ડો ક્યારે ખુલશે? શું માર્કેટ યાર્ડો ખુલતા એરંડાના ભાવમાં વધારો થશે?

આગામી દિવસોમાં કેવી રહેશે એરંડાની બજાર: એરંડાના ભાવ વધશે કે ઘટશે? ગુજરાતની માર્કેટ યાર્ડો ક્યારે ખુલશે? શું માર્કેટ યાર્ડો ખુલતા એરંડાના ભાવમાં વધારો થશે?

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી લગભગ તમામ માર્કેટિંગ યાર્ડ બંધ છે તેમ છતાં ગુજરાતની તમામ એરંડાનું પિલાણ કરતી મિલોને જોઇએ એટલા એરંડા મળી રહ્યા છે. એક મહિના અગાઉ એરંડામાં તંગી જેવી સ્થિતિ સર્જાઈ હોવાથી એરંડાના ભાવ વધીને મણના રૂ. 1050 થી 1060 થયા હતા. ગયા અઠવાડયે ગુજરાતના જે બે-ત્રણ માર્કેટ યાર્ડ ચાલુ હતા ત્યાં એરંડાનો ભાવ રૂ. 1030 થી 1040 બોલાતો હતો.

ગયા અઠવાડિયે છેલ્લા બે દિવસ શુક્રવાર અને શનિવાર દરમિયાન એરંડાનાં વાયદા ઘટયા હતા. લોકડાઉન દરમિયાન તમામ મિલોને જોઇએ તેટલાં એરંડા મળ્યા હોવાથી હવે તંગીની સ્થિતિ નથી અને તમામ મિલો પાસે ૧૦ થી ૧૫ દિવસ સુધી મિલ ચાલે તેટલાં એરંડાનો સ્ટોક થઇ ચૂક્યો છે. 

હજુ ખેડૂતોને એરંડાના ઊંચા ભાવ મળ્યા હોય ત્યારે બીજી બાજુ કોરોનાની ત્રીજી લહેર આવવાની વાતો ચાલુ થઇ ચૂકી છે. મોટાભાગના ખેડૂતો એરંડા રાખવા માંગતા નથી આથી માર્કેટ યાર્ડ ચાલુ થયા બાદ એરંડાની મોટી આવક જોવા મળશે. આથી હવે એરંડાના ભાવ હાલ બે થી ત્રણ મહિના સુધરે તેવી કોઇ શક્યતા નથી, પરંતુ ઉલટાનાં ભાવ ઘટશે. એરંડાના વેપારીઓના કહેવા પ્રમાણે એરંડાના ભાવ રૂ. 1000 ઉપર છે તેથી મિલો હવે ભાવ ઘટાડીને જ ખરીદી કરશે. જ્યારે વાયદા ઘટશે ત્યારે મિલો રૂ. 10 થી 20 જેટલો ભાવ ઘટાડી ઘટાડીને જૂન મહિનાની શરૂઆતમાં એરંડાનો ભાવ રૂ. 950 કરી દેશે તેવું વેપારીઓનું માનવું છે. જે ખેડૂતોને રાહ જોવાની તૈયારી ન હોઇ તેઓએ સમય મળતાં જ એરંડા વેંચી નાંખવા જોઇએ.

આ પણ વાંચો: ઘઉં રાખવા કે વેંચી દેવા? માર્કેટ ખુલતા કેવા રહેશે ઘઉંના બજાર ભાવ? ભાવ વધશે કે ઘટશે? જાણો આજની ચાલુ માર્કેટના ભાવ

હાલ કોરોના મહામારી ના લીધે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ માર્કેટ યાર્ડમાં તા. ૧૨/૦૫/૨૦૨૧ સુધી ફક્ત શાકભાજી અને ફળફળાદી ની જ આવકો ચાલુ રાખવામાં આવશે. આમ, ૧૨/૦૫/૨૦૨૧ સુધી તો માર્કેટ યાર્ડો ખુલશે નઈ. ગુજરાત સરકાર દ્વારા નવી ગાઇડ લાઇન એક બે દિવસમાં બહાર પાડવામાં આવશે તે મુજબ જો માર્કેટ યાર્ડો ખોલવાનો નિર્ણય લેવામાં આવશે તો જ તા. ૧૨/૦૫/૨૦૨૧ પછી માર્કેટ યાર્ડો ખોલવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવે ત્યારે જો માર્કેટ યાર્ડો ખોલવાનો નિર્ણય લેવામાં આવશે તો પણ માર્કેટ યાર્ડો ખોલવાનો છેલ્લો નિર્ણય માર્કેટ યાર્ડ ના સંચાલન કર્તા દ્વારા જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ અગાઉ પણ જ્યારે માર્કેટ બંધ કરવામાં આવી હતી ત્યારે પણ માર્કેટ ના સંચાલન કર્તા દ્વારા જ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત સરકાર દ્વારા માર્કેટ યાર્ડો બંધ રાખવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો: માર્કેટ યાર્ડો ખુલતાં કેવા રહેશે ધાણાના ભાવ? ભાવમાં વધારો થશે કે ઘટાડો? ખેડુતોએ ધાણા રાખવા કે વેંચી દેવા? માહિતી જાણી વેચાણ કરો, ૧૦૦% ફાયદો

જો ચોમાસું વહેલું આવશે અને મગફળી, કપાસ, તલ વિગેરે પાકોનું વધુ વાવેતર થશે તો એરંડાના વાવેતર માટે જમીન ઓછી રહેશે તો ઓગસ્ટ-સપ્ટેમ્બર પછી એરંડામાં તેજી જોવા મળશે ત્યારે એરંડાનો ભાવ વધીને રૂ. 1200 થઇ શકે તેવી શક્યતા દેખાય રહી છે. તેમજ એરંડાના આ ભાવ ઝડપથી રૂ. ૯૫૦ ની સપાટીએ થી નીચે આવી જાય તેવી પણ શક્યતા દેખાતી નથી. હાલના ભાવ પણ સારા છે એવું કહી શકાય તેથી એંરડાના ખેડુતોએ ૩૦ થી ૪૦ ટકા એરંડા વેચીને થોડો નફો ગાંઠે બાંધી લેવો જોઇએ. આથી જે ખેડૂતોને સારા ભાવ લેવા હોય અને રાહ જોવાની તૈયારી હોય તે ખેડૂતોએ અત્યારે એરંડાનું વેચાણ ન કરવું જોઈએ.