khissu

વાવાઝોડાની આગાહી ! સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ તારીખે ભારે પવન સાથે મુશળધાર વરસાદ..

થોડા દીવસ પહેલાં કરવામાં આવેલી આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં મોટા ભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 તારીખે એટલે કે આજે સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા વિસ્તારોમાં દીવસ દરમીયાન વરસાદી ઝાપટાં પડી શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: વર્ષાવિજ્ઞાન નાં જાણીતા આગાહી કાર અશોકભાઈ પટેલની આગામી 6 થી 10 તારીખ સુધીમાં વરસાદની આગાહી

કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય છાંટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ તમામ સ્થળોએ છુટા છવાયા વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: રામજીભાઈ કચ્છી દ્વારા આવતી 13 તારીખ સુધીની મોટી વરસાદ - પવન - વાવણીની આગાહી

મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તમામ સ્થળોએ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે તેવી શક્યતા છે.