Top Stories
khissu

અચાનક પૈસાની જરૂર પડે તો બેંક આપશે આર્થિક મદદ

આપણે પૈસાની બચત કરીએ છીએ કેમ કે તે મુસીબતમાં કામ લાગે છે. એ પૈસા આપણે બેંકમાં જમા કરતાં હોઇએ છીએ. બેંક આપણને જ્યારે જરૂર પડે ત્યારે આપણી જમા કરેલી રકમમાંથી સહાયતા કરતી હોય છે. આ ઉપરાંત, આપણા ખાતામાં રહેલી રાશિ કરતાં જો આપણે વધુ રકમ જોઇતી હોય તો બેંક દ્વારા એ સુવિધા પણ આપવામાં આવી રહી છે. નાણાકીય કટોકટી દરમિયાન, જ્યારે પૈસાની જરૂર હોય, ત્યારે બેંકની ઓવરડ્રાફ્ટ સુવિધા હવે બેંકો દ્વારા આપવામાં આવી રહી છે.

બેંક ખાતાધારકોને સુરક્ષા અને ગેરંટી વિના ઓવરડ્રાફ્ટ સુવિધા 
ઓવરડ્રાફ્ટ સુવિધા બેંક ખાતા ધારકો માટે લોન લેવા જેવી જ છે. જ્યારે તમને જરૂર હોય ત્યારે તમે પૈસા મેળવી શકો છો. ત્યારબાદ આ રકમ તમારે એકસાથે ચૂકવવાની રહે છે. બેંકો તેમના ખાતાધારકોને કોઈપણ સુરક્ષા અને ગેરંટી વિના ઓવરડ્રાફ્ટ સુવિધા પૂરી પાડે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં, આ સેવા સુરક્ષા અને ગેરંટી સાથે પણ પ્રદાન કરવામાં આવે છે. ઓવરડ્રાફ્ટ મર્યાદા બેંકોના નિયમો અનુસાર અલગ અલગ હોઈ શકે છે પરંતુ તે બેંક સાથે ગ્રાહકના સંબંધ પર પણ ઘણો આધાર રાખે છે. કેટલાક ઓવરડ્રાફ્ટ સુરક્ષા અને ગેરંટી સાથે પણ આપવામાં આવે છે, જેને સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે.

ઓવરડ્રાફ્ટની ચુકવણી માટેના નિયમો
- ઓવરડ્રાફ્ટની ચુકવણી હપ્તામાં કરી શકાતી નથી. તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારી ઓવરડ્રાફ્ટ રકમ ચૂકવી શકો છો.

- ક્રેડિટ સ્કોરને અસર ન થાય. તે રીતે ચૂકવણી કરવી

- આ સુવિધામાં, તમને ન્યૂનતમ માસિક ચુકવણી મર્યાદા આપવામાં આવતી નથી.

- જ્યારે તમે બેંકો પાસેથી લોન લો છો, ત્યારે લોનની મુદત પહેલા એકસાથે ચુકવણી કરવા માટે પ્રીપેમેન્ટ ચાર્જ વસૂલવામાં આવે છે, પરંતુ ઓવરડ્રાફ્ટ સુવિધા સાથે, તમે જ્યારે ઇચ્છો ત્યારે એક જ વારમાં સંપૂર્ણ ચુકવણી કરી શકો છો.

ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
આમાં, વ્યાજ વપરાયેલી ઓવરડ્રાફ્ટ રકમ પર ગણવામાં આવે છે અને તે કુલ ઓવરડ્રાફ્ટ મર્યાદા પર ગણવામાં આવતું નથી. તે દૈનિક ધોરણે ગણવામાં આવે છે અને મહિનાના અંતે બિલ કરવામાં આવે છે. જો તમે દર મહિને ચૂકવણી કરો છો અને કોઈપણ મહિને ડિફોલ્ટ કરો છો, તો વ્યાજની રકમ મહિનાના અંતે ઉપાડેલી મુખ્ય રકમમાં ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ આ રકમ પર વ્યાજ ઉમેરવામાં આવશે.