આજકાલ જે વાતાવરણ છે તેના લીધે મોટાભાગના લોકો ગામડામાં વસ્યા છે. જેથી તેઓને કામની શોધ પણ હોય છે. સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે કમાણી તો શહેરોમાં જ સારી થાય છે, પરંતુ એવું નથી કારણ કે, હવે ગામડામાં પણ લોકો ખૂબ કમાણી કરતાં થયા છે. તે પણ પોતાનો વ્યવસાય કરીને. આજે અમે તમને એવા 7 વ્યવસાય વિશે જણાવવાના છીએ જે તમે ગામડામાં રહીને કરી શકો છે.
1.ઓર્ગેનિક ફાર્મિંગ
આજકાલ લોકો ઓર્ગેનિક ફળો અને શાકભાજી ખાવાનું પસંદ કરે છે. લોકો આ માટે ઉંચી કિંમત પણ ચૂકવે છે. આ વ્યવસાય તમે નાના પાયે પણ કરી શકો છો. તમે તેને અડધા એકરથી શરૂ કરી શકો છો. તમને જણાવી દઇએ કે ઓર્ગેનિક ફાર્મિંગ કરીને લોકો ખુબ પૈસા કમાઇ રહ્યા છે. હવે તો આઈઆઈટીના વિદ્યાર્થીઓ પણ ઓર્ગેનિક ફાર્મિંગ પર ધ્યાન આપીને મોટી કમાણી કરી રહ્યા છે.
2.ખાતર અને બિયારણની દુકાન
ખેડૂતોને ખાતર અને બિયારણની જરૂર છે. તે માત્ર નજીકની દુકાનમાં જ જવાનું પસંદ કરે છે. તમે ગામ કે શહેરમાં ખાતર અને બિયારણની દુકાન ખોલી શકો છો. જો તમે સરકાર તરફથી સબસિડીનો લાભ ગ્રાહકોને આપો તો વધુને વધુ ગ્રાહકો તમારી દુકાનમાંથી ખરીદી કરશે.
3.પશુધન ખેતી
પશુધન ખેતી એટલે પશુધનને લગતો વ્યવસાય જેમ કે: ગાય, ભેંસ, બકરી, મરઘી વગેરેનો વેપાર. આ વ્યવસાયમાં તમે ઓછી કિંમતે પશુઓ ખરીદી, તેની સારસંભાળ કરી, તેને ઉછેરીને ઊંચા ભાવે વેચશો તો તમે ખૂબ સારી કમાણી કરી શકશો. શહેરો અને ગામડાઓમાં આ શ્રેષ્ઠ અને નફાકારક વ્યવસાય છે.
4 .દૂધ કેન્દ્ર
ગામના મોટાભાગના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. દરેક ખેડૂત પાસે એક ગાય કે ભેંસ હોય જ છે. આવી સ્થિતિમાં દૂધ કેન્દ્રનો ધંધો સારો અને નફાકારક સાબિત થશે. દૂધ કેન્દ્ર શરૂ કરવા માટે, તમારે નજીકના ડેરી ફાર્મનો સંપર્ક કરવો પડશે અને તેમની સાથે જોડાણ કરવું પડશે.
5. મરઘાં ઉછેર
મરઘાં ઉછેરનો વ્યવસાય બે રીતે કરી શકાય છે એક ઇંડા વેચીને અને બીજું ચિકન વેચીને. ઈંડાના ઉત્પાદન માટે લેયર મરઘી પસંદ કરવાની હોય છે. બીજી તરફ જો તમારે ચિકન વેચવું હોય તો બોઈલર મરઘીની જરૂર પડશે. ઉપરાંત જો તમે મરઘીઓને સારી ગુણવત્તાવાળો પૌષ્ટિક ખોરાક આપશો તો બદલામાં તમને સારી એવી કમાણી થશે.
6. શહેરોમાં ઉત્પાદન વેચો
તમે ખેતરમાં ઉત્પાદિત ઉત્પાદન સીધું ઘરે ઘરે જઈને વેચી શકો છો. શરૂઆતમાં સખત મહેનત કરવી પડશે પરંતુ ખાદ્યપદાર્થોની શુદ્ધતા જાળવવાથી ટૂંકા સમયમાં સારો ગ્રાહક વર્ગ ઊભો થશે. તમે બટાકા, ડુંગળી, શુદ્ધ ઘી, છાશ, દૂધ અને શાકભાજી વગેરે વેચી શકો છો.
7. કોલ્ડ સ્ટોરેજ
ગામડાઓ અને શહેરોમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધાના અભાવે ફળો અને શાકભાજી બગડી જાય છે. આમાં ખર્ચ અન્ય વ્યવસાયો કરતા થોડો વધારે છે. પરંતુ આમાં તમને સારું વળતર પણ મળે છે. જો તમે ઇચ્છો તો, તમે નાના સ્તરે કોલ્ડ સ્ટોરેજ શરૂ કરી શકો છો.