અત્યાર સુધી હાથી નક્ષત્ર ચાલુ હતું, આવતી કાલથી ચિત્રા નક્ષત્રની શરૂઆત થશે. ચિત્રા નક્ષત્રનું વાહન મોર છે. ચિત્રા નક્ષત્રને ઘેલીચિત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે એક સમયે ઘેલી ચિત્રા નક્ષત્રએ એટલો વરસાદ આપ્યો હતો કે નવી 999 નાદીઓનુ સર્જન કર્યું હતું. એટલે કે ભારે અને ભયંકર વરસાદ આ નક્ષત્ર આપી શકે છે.
આવતી કાલથી નક્ષત્ર બદલાશે!
આવતી કાલે (10 ઓક્ટોબરથી) રાત્રે 07:40 કલાક:મિનિટે ઘેલી ચિત્રા નક્ષત્ર ની શરૂઆત થશે. 10 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી નક્ષત્ર ચાલશે. આ નક્ષત્રનું વાહન મોર છે.
ઘેલી ચિત્રા નક્ષત્રમાં વરસાદનાં સંજોગ?
વરસાદનાં બધા નક્ષત્રમાં વરસાદ પડતો હોય, તો ઘેલીચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ જોવા મળતો હોય છે. ઘેલીચિત્રા નક્ષત્રમાં છૂટો છવાયો કડાકા ભડાકા સાથે વરસાદ પડતો હોય છે. ચિત્રા નક્ષત્ર વરસાદનાં છેલ્લાં નક્ષત્રમાંનું નક્ષત્ર ગણવામાં આવે છે. ઘેલીચિત્રા નક્ષત્રમાં વાવાઝોડા બનાવવાનાં સંજોગો વધારે ઉભા થતા હોય છે. જોકે આ વર્ષે પણ બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ બનાવની શક્યતા રહેલી છે. પરંતુ તેમની અસર ગુજરાત પર થાય તેવી શક્યતા ઓછી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાની વિદાય જાહેર કરી દીધી છે. જોકે ચોમાસા વિદાય સાથે આવનાર 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાંક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી જણાવી છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે અને ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ પણ તૂટી પડ્યો હતો, જોકે 2 દિવસ હજી સંભાવના રહેલી છે.