હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં ફરી વરસાદની ગતિવિધિ વધવાની છે. જયારે સૌરાષ્ટ્રમાં નોર્મલ વરસાદ કરતાં માત્ર 3 ટકા વરસાદની ઘટ રહી છે, તો ગુજરાત રિલિજિયનમાં 30 ટકા વરસાદની ઘટ હજી પડી રહી છે. આવનાર દિવસોમાં ફરી સારો વરસાદ પડવાથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં વરસાદ ઘટ માઇનસમાંથી પલ્સમાં જતી રહેશે.
ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને એકવાર ફરી આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જ્યારે 19 અને 20 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી એક વાર વરસાદનું જોર વધશે. ગુજરાતમાં થયેલા વરસાદ પ્રમાણે ગુજરાતમાં હજી પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.
અમદાબાદ જીલ્લામાં શું છે આગાહી?
હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ગુજરાતના બીજા વિસ્તારોમાં આગમી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. જોકે છલ્લે લો-પ્રેશર સિસ્ટમની અસરને કારણે અમદાવાદમાં પણ સારો વરસાદ પડયો હતો. આવનાર રવિ-સોમ-મંગળ દરમિયાન ફરીથી સારો વરસાદ પડે તેવી આગાહી જણાવી છે.
છેલ્લી આગાહીમાં હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં રેડ અલેટની આગાહી કરી હતી જે હવે રેડ એલર્ટની આગાહી દૂર કરી છે. રાજકોટ, જૂનાગઢ અને વલસાડમાંથી વરસાદનું રેડ એલર્ટ હટ્યું છે અને અતિશય ભારે વરસાદમાંથી હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને લીધે ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત છે. જેમકે રાજ્યમાં 8 સ્ટેટ હાઇવે, 77 પંચાયત રસ્તાઓ, 4 અન્ય સહિત કુલ 89 માર્ગ હજુ પણ બંધ છે. તે ઉપરાંત રાજ્યના 23 ગામોમાં હજી પણ વિજપુરવઠો પૂર્વવત થયો નથી.
ગુજરાતમાં છેલ્લા ટુક સમયમાં મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજ્યના કુલ 48 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે, જેમાંથી 44 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. અત્યારે રાજ્યમાં કુલ 69 ડેમ હાઈએલર્ટ પર છે, જ્યારે 11 ડેમ એલર્ટ પર છે.
ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લઇ શકે?
અમારા વેધર મોડલના અનુમાન મુજબ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ શકે છે. જ્યારે 20 તારીખ આજુબાજુ પણ બંગાળની ખાડીમાં બીજું નબળું લો-પ્રેસર બની શકે છે. તેમની અસર પણ ગુજરાતમાં જોવા મળી શકે છે. માટે ચોમાસું વિદાય મોડું લઈ શકે છે.