Top Stories
khissu

લો-પ્રેશર સક્રિય, એન્ટી સાઇક્લોન, બેક ટુ બેક સિસ્ટમ, જાણો ક્યાં-ક્યાં જીલ્લામાં ભારે આગાહી?

29 તારીખની અપડેટ મુજબ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય બની ચૂક્યું છે. આવતી કાલ સુધીમાં મધ્ય ભારત સુધી પહોંચી જશે. ગુજરાત રાજ્યમાં આજ સાંજથી વાતાવરણમાં પલટો જોવા મળશે. આવતી કાલથી મુખ્ય વરસાદ રાઉન્ડ ચાલુ થશે. આ વરસાદ રાઉન્ડ 10-12 દિવસ ચાલે તેવી પૂરે પૂરી શકયતા છે. 

ગુજરાત પર બનશે સિસ્ટમ? સાર્વત્રિક વરસાદ સંભાવના? 
બંગાળની ખાડીમાં તૈયાર થયેલ લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત સુધી આવશે. ગુજરાત ઉપર ૧ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન સમુદ્રથી લેવલ 1.5 કિલોમીટરથી 7.6 કિમી ની ઊંચાઈ એક usc તૈયાર થશે. જે ગુજરાત પર બે થી ત્રણ દિવસ સુધી છવાયેલો રહેશે જેમને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની પૂરી સંભાવના છે. 

આગાહીનાં દિવસોમાં ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ? 
આગાહીના દિવસોમાં સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 75mm થી 150mm સુધીનો વરસાદ પણ પડી શકે છે. 

ઉત્તર ગુજરાત લાગુ મધ્ય ગુજરાત અને કચ્છમાં? રાજ્યનાં આ જિલ્લામાં છુટો-છવાયો મધ્યમ વરસાદ પડી શકે છે. કોઈક વિસ્તારો એવા હોય કે જેમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડે, પરંતુ વધારે વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની શકયતા છે. આગાહીના દિવસોમાં હળવો વરસાદ 35mm સુધીનો ,મધ્યમ વરસાદ 75 mm સુધીનો અને અતિ ભારે વરસાદ 125mm સુધીનો હોઈ શકે છે. 

સૌરાષ્ટ્રમાં: સૌરાષ્ટ્રમાં સિસ્ટમની અસર કેવી રહેશે તેની ઉપર થોડાક મતમતાંતરો છે. જેમ સિસ્ટમ નજીક આવશે તેમ-તેમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે.

લો-પ્રેશરને એન્ટી લો-પ્રેશર નબળું બનાવશે? 
બંગાળની ખાડીમાં તૈયાર થયેલ લો-પ્રેશર સિસ્ટમ જ્યારે ગુજરાત નજીક આવશે ત્યારે એક એન્ટી લો-પ્રેશર પણ તેમની સામે તૈયાર હશે. જો એન્ટી લો-પ્રેશર મજબૂત હશે તો બંગાળના ખાડીના લો-પ્રેશરને મજબૂત નહીં બનવા દે અને જેવો હાલ વેધર ચાર્ટમાં વરસાદ જણાવી રહ્યા છે તેવો વરસાદ નહીં પડે. જોકે હાલ એન્ટી લો-પ્રેશરની અસર વધારે નહીં જોવા મળે તેવું જણાઈ રહ્યું છે.

વરસાદ રાઉન્ડ અને લો-પ્રેશર? 
હાલમાં બંગાળની ખાડીમાં તૈયાર થયેલ લો-પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં ચાર-પાંચ તારીખ સુધી જોવા મળશે. 5 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયો સારો વરસાદ પડી જાય તેવી શક્યતાઓ રહેલી છે. જોકે એક લો-પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં પૂર્ણ નહીં થાય ત્યાં ફરીથી નવું મજબૂત લો-પ્રેશર ચાર-પાંચ તારીખે બંગાળની ખાડીમાં બની શકે છે. 

ચાર-પાંચ તારીખે બનતું લો-પ્રેશર હાલના લો-પ્રેશર કરતાં થોડું વધારે મજબૂત હોઈ શકે છે. જે લો-પ્રેશરને કારણે ગુજરાતમાં સાત તારીખથી ફરી વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ શકે છે. 8 તારીખથી 13-14 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે તેવી પૂરે પૂરી સંભાવના છે. ગુજરાતના ખેડૂતોએ હાલ ચિંતા કરવાની જરૂર નથી આગમી સપ્તાહે સારા વરસાદના સંજોગો જણાઈ રહ્યા છે. 

ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં સારા વરસાદના સંજોગો જણાવ્યા છે. કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 30 અને 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. 

નોંધ- ઉપર જણાવેલ તમામ માહિતી અમારા વેધર એનાલીસીસનાં આધાર બેજ પર છે. વરસાદ અને વાવાઝોડાની official માહિતી માટે હવામાન વિભાગની અનુસરવું. કુદરતી પરિબળોને કારણે આગાહીમાં થોડો ફેરફાર થઈ શકે છે.