હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજસ્થાન માંથી ચોમાસુ વિદાય લઈ લેશે. ત્યારબાદ આવનારા બેથી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસા વિદાય માટેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જોકે ચોમાસા વિદાય સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો માટે માઠાં સમાચાર આવી રહ્યા છે.
અરબી સમુદ્રમાં બની હળવી લો-પ્રેશર સિસ્ટમ
બંગાળની ખાડી લાગુ અરબી સમુદ્ર કેરળ વિસ્તારોમાં હાલમાં નાની લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે. જે સિસ્ટમ ધીમે-ધીમે ઉત્તર તરફ આગળ વધી રહી છે અને મુંબઈ-મહારાષ્ટ્ર-ગોવા સુધી પહોંચી શકે છે. જોકે સિસ્ટમ વધારે મજબૂત નહીં હોય પરંતુ તેમનો ટ્રફ અને ભેજવાળા પવનો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં માવઠા સ્વરૂપે વરસાદ આપી શકે છે.
ક્યાં-ક્યાં જીલ્લામાં માવઠાનાં વરસાદ શકયતાં?
ખેડૂત મિત્રો ૭ તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે. મંડાણીનો ઠંડરસ્ટ્રોમ વાળો કડાકા-ભડાકા વાળો વરસાદ જોવા મળશે. જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. જોકે દરિયા કિનારાનાં જીલ્લામાં થોડી વધારે શક્યતા રહેલી છે. ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જેવા જિલ્લામાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.
ચોમાસા વિદાય માટે કેટલાં પરિબળ જરૂરી છે?
સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર સુધીમાં ચોમાસુ વિદાય લેતું હોય છે.
1) રાજ્યનાં કોઈ વિસ્તારોમાં સતત 5 દિવસ વરસાદ ના પડવો જોઈએ.
2) ચાલુ નોર્મલ તાપમાન કરતાં તાપમાનમાં વધારો થવો જોઈએ.
3) તાપમાન વધારા સાથે વોટર વેપર સેટેલાઈટ ઇમેજમાં ભેજનો ઘટાડો.
4) રાજ્યનાં તે વિસ્તારોમાં 850 HPA અને તેનાથી નીચેના લેવલ માં એન્ટી સાયકલોનીક સરકયુલેશનની રચના થવી અને પવનો પૂર્વીય દિશાના થવા જોઈએ.
5) ચોમાસું બેસવું એટલે બધે વરસાદ પડવો જ જોઈને એમ નહીં, તેવી જ રીતે ચોમાસું વિદાય એટલે બધી જગ્યા પરથી વરસાદ ઓછો થઈ જવો એમ નહીં.
સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લઈ શકે છે.
આવનાર દસથી પંદર દિવસ સુધી હજી પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો માવઠાનો વરસાદ ચાલુ રહી શકે છે. જોકે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ચોમાસુ વિદાય લઇ લેશે, સાથે કચ્છમાંથી પણ ચોમાસા વિદાયની શરૂઆત થઇ ચૂકી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં હજી છૂટો છવાયો વરસાદ ચાલુ રહી શકે છે.