નાના હોય કે મોટા, સ્ત્રી હોય કે પુરુષ દરેકે પોતાના ભવિષ્યને સિક્યોર કરવા માટે વર્તમાનમાં બચત કરવી જરૂરી છે. આજે બધી ઉંમરના લોકો માટે કંઇક ને કંઇક પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે. જો સ્ત્રીઓ માટેની યોજના વિશે વાત કરીએ તો તેઓ માટે બેસ્ટ વિકલ્પ છે નેશનલ પેન્શન સ્કીમ(NPS). જેમાં મહિલાઓને દર મહિને પેન્શનના રૂપમાં નિયમિત આવક અપાય છે. આ સ્કીમનો લાભ લેવા મહિલાઓએ કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને NPS એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. NPS એકાઉન્ટ 60 વર્ષની ઉંમરે પહોંચવા પર ગૃહિણીઓને એકસાથે રકમ આપે છે. તો ચાલો આ બાબતે વધુ વિગતથી જાણકારી મેળવીએ જેથી તમે તેનો લાભ લઇ શકો.
NPS ખાતું
NPSમાં રોકાણ કરવાથી તમને વાર્ષિક 10-11 ટકા વળતર મળે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમારી ઉંમર 60 વર્ષની થશે, ત્યારે તમારા ખાતામાં એટલા પૈસા જમા થશે કે વૃદ્ધાવસ્થા સરળતાથી કપાઈ જશે. તમે તમારી સુવિધા અનુસાર દર મહિને કે વાર્ષિક NPS ખાતામાં પૈસા જમા કરાવી શકો છો. તમે માત્ર 1,000 રૂપિયામાં NPS ખાતું ખોલાવી શકો છો. NPS ખાતું 60 વર્ષની ઉંમરે પરિપક્વ થાય છે. તમે તેને બીજા 5 વર્ષ માટે લંબાવી શકો છો.
પૈસાની સલામતી
NPS એ કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષા યોજના છે. તમે આ સ્કીમમાં જે નાણાંનું રોકાણ કરો છો તેનું સંચાલન ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. NPSમાં તમારું રોકાણ સંપૂર્ણપણે સલામત છે. NPSએ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક 10 થી 11 ટકા વળતર આપ્યું છે.
આવક
જો તમારી પત્ની 30 વર્ષની છે અને તમે દર મહિને તેના NPS ખાતામાં પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરો છો, તો 60 વર્ષની ઉંમર સુધીમાં તેના ખાતામાં 1.12 કરોડ રૂપિયા જમા થઈ જશે. આમાંથી તેમને લગભગ 45 લાખ રૂપિયા મળશે. આ સિવાય તેને દર મહિને લગભગ 45,000 રૂપિયા મળવા લાગશે.
આ રીતે SBIમાં NPS એકાઉન્ટ ઓનલાઈન ખોલો
- NPS એકાઉન્ટ ઓનલાઈન ખોલવા માટે તમારી પાસે SBI ની નેટ બેંકિંગ સુવિધા હોવી જરૂરી છે.
- આ માટે તમારે પહેલા http://www.onlinesbi.com પર જવાનું રહેશે.
- તે પછી તમારું યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઈન કરો.
- હોમપેજ ખોલ્યા પછી, પેમેન્ટ અને ટ્રાન્સફર ટેબ પર જાઓ અને 'NPS contributions' પસંદ કરો.
- NPS ખાતામાં યોગદાન આપવા માટે, ફરી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી, દર મહિને ખાતામાં જે રકમ જમા કરવાની હોય છે તે બેંક બચત ખાતામાંથી આપમેળે કાપી લેવામાં આવશે.
- તમારું આ યોગદાન ખાતું ખોલવામાં આવે ત્યારથી 60 વર્ષની ઉંમર સુધી ચાલુ રહેશે.
NPS એકાઉન્ટ સાથે આધારને ઑનલાઇન આ રીતે લિંક કરવું
- સૌપ્રથમ CRAની આ વેબસાઈટ પર જઈ, આ લિંક https://cra-nsdl.com/CRA/ પર NPS એકાઉન્ટમાં લોગ-ઈન કરવું.
- પછી અપડેટ ડિટેઇલ સેક્શન પર જઈ, અપડેટ આધાર/સરનામું ડિટેઇલ ઓપ્શન પર ક્લિક કરવું.
- તેમાં આધાર નંબર દાખલ કરી, જનરેટ OTP બટન પર ક્લિક કરવું.
- લિંકિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે NSDL e-Gov પર આગળ વધો બટન પર ક્લિક કરવું.
- આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. આપેલા બોક્સમાં આ OTP દાખલ કરી અને "ચાલુ રાખો" બટન પર ક્લિક કરવું. સફળ પ્રમાણીકરણ પછી, તમારું આધાર NPS એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવશે.