Top Stories
રોજના ફક્ત 70 રૂપિયા કરો રોકાણ, આટલા વર્ષમાં બની જશો લાખોપતિ

રોજના ફક્ત 70 રૂપિયા કરો રોકાણ, આટલા વર્ષમાં બની જશો લાખોપતિ

શું તમારે તમારી બચતને કોઇ સલામત જગ્યાએ રોકવી છે તો આવી ગઇ છે કેન્દ્ર સરકારની સરળ અને સલામત યોજના PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ). જેમાં રોકાણ કરવા બદલ તમને મહત્તમ વળતર પ્રાપ્ત થશે. PPF દ્વારા તમે કરમુક્ત બચત કરી શકશો. અલબત્ત, જો તમે પોસ્ટ ઓફિસની કોઈપણ પોલિસીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF)માં પૈસા રોકાણ કરવા જોઈએ. જેથી તમારી બચત તો થશે જ સાથે તેની સુરક્ષા પણ જળવાઇ રહેશે.

શું છે આ યોજના?
PPF યોજના 15 વર્ષનો સમયગાળો ધરાવે છે એટલે કે તેનો લોક-ઇન સમયગાળો 15 વર્ષનો છે. 1 એપ્રિલ 2020થી તેનો વ્યાજદર 7.1% જાહેર થયો છે. આ ખાતામાં જમા થયેલ નાણાં ચક્રવૃદ્ધિ વ્યાજ કમાય છે. PPF પર મળતું વ્યાજ થાપણોના કલમ 80C હેઠળ કરમુક્ત છે. ધારો કે, કોઈ વ્યક્તિ દર મહિને PPF ખાતામાં 1,000 રૂપિયા જમા કરાવે છે. તો 1000 રૂપિયાની જમા રકમ 15 વર્ષમાં 1,80,000 રૂપિયા થઈ જશે. તેના પર તેને 1,35,567 રૂપિયાનું વ્યાજ મળશે. જો આ બંને રકમને પ્લસ કરીએ તો 15 વર્ષ પછી મેચ્યોરિટી રૂ. 3,15,567 થઇ જશે. જો કોઈ વ્યક્તિ PPFમાં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરે છે અને વ્યાજ દરો વધે છે, તો તેની પાકતી મુદતની રકમ વધી જશે.

PPF ખાતું કેવી રીતે ખોલાવવું 
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF)માં કોઈપણ ભારતીય નાગરિક ખાતું ખોલાવી શકે છે. આ ખાતું તમે ઓછામાં ઓછા રૂ. 500થી પણ ખોલાવી શકો છો. એકદમ સરળ રીતે તમે આ ખાતું ખોલાવી શકો છો. આ ખાતું તમે રાષ્ટ્રીયકૃત બેંકો, જાહેર બેંકો, ખાનગી બેંકો અથવા પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો. આ ઉપરાંત હવે તો ઓનલાઇન પણ આ એકાઉન્ટ ખોલી શકાય છે.

એકાઉન્ટના ઉપાડ સંબંધિ નિયમો
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF) 15 વર્ષની પરિપક્વ મુદ્દત બાદ જ સંપૂર્ણ પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે. પરંતુ, જો કોઈ કારણોસર 15 વર્ષ પહેલા પૈસાની જરૂર પડે તો તમે 7 વર્ષ બાદ આંશિક રકમ ઉપાડી શકો છો. જો ખાતાધારક, જીવનસાથી અથવા કોઈપણ આશ્રિત ગંભીર બીમારીની પકડમાં આવે છે, તો પીપીએફ ખાતામાંથી સંપૂર્ણ પૈસા ઉપાડવાની મંજૂરી છે. જો બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પૈસાની જરૂર હોય તો તમે PPF એકાઉન્ટ સમય પહેલા બંધ કરી શકો છો. જો ખાતાધારક મૃત્યુ પામે, તો નોમિની તે પૈસા ઉપાડી શકે છે.