પોસ્ટ ઓફિસ અનેક પ્રકારની નાની બચત યોજનાઓ ચલાવે છે. જો તમે એકવાર રોકાણ કરીને માસિક આવક મેળવવા માંગો છો, તો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS) તમારા માટે યોગ્ય રહેશે. આ સરકારી યોજનામાં રોકાણ કરીને તમે દર મહિને નિયમિત આવક મેળવી શકો છો. આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો છે.
પોસ્ટ ઓફિસ યોજનાઓના વ્યાજ દરોની દર ત્રિમાસિક ગાળામાં સમીક્ષા કરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના પર 7.4 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
ન્યૂનતમ થાપણ રૂ. 1000
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં ન્યૂનતમ ડિપોઝિટ રૂ 1,000 છે. આમાં 1000 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. એક ખાતા માટે મહત્તમ જમા મર્યાદા 9 લાખ રૂપિયા છે. સંયુક્ત ખાતામાં જમા કરવાની મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયા છે.
આ યોજનામાં એક ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવવાની છૂટ છે. આ ડિપોઝીટ પર દર મહિને 5,550 રૂપિયાની આવક થશે. સંયુક્ત ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવવાની મંજૂરી છે. આના પર દર મહિને 9,250 રૂપિયાની આવક થશે. આ યોજનામાંથી વળતર 5 વર્ષ માટે નિશ્ચિત રહે છે.
અકાળે બંધ કરવાના નિયમો
જો પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમમાં પાકતી મુદત પહેલા પૈસા ઉપાડવાની જરૂર હોય તો તમને આ સુવિધા એક વર્ષ પછી મળે છે. પ્રી-મેચ્યોર ક્લોઝરના કિસ્સામાં તમારે પેનલ્ટી ચૂકવવી પડશે.