khissu

28 જુન પછી મેઘો થશે મહેરબાન, અંબાલાલ પટેલે કરી વરસાદને લઈને મોટી આગાહી

ગાંધીનગર નાં અગ્રણી જ્યોતિષ અંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે ચોમાસું નવસારી પહોંચ્યાં બાદ વિલંબમાં પડી ગયું છે અને વિદર્ભ બાજુથી ચોમાસાની આગેકૂચ થવામા છે

ત્યારે હવે ચોમાસા અંગે જોઈએ તો તા. 24 જૂનમા રાજ્યના  ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગો,અમરેલીના ભાગોમાં ભારે વરસાદની સંભાવનાં છે.

ક્યાંય હળવો વરસાદ કે અણધાર્યો વધુ વરસાદ ખાબકી શકે છે અને જંબુસરના ભાગો, ખંભાતના ભાગ, બોડેલી, નસવાડી આ ભાગમાં તા.૨૩-૨૪માં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં એક ઈંચ વરસાદ કે કોઈ ભાગમાં ૨૦ એમ.એલ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે.

મધ્ય ગુજરાતના ભાગ, વડોદરા, નડીયાદ અને આણઁદનાં  ભાગમાં પણ કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અડધો ઈંચ, કોઈ ભાગમાં તેથી થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે.

ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ૧૫ એમ.એલ.થી ૨૦ એમ.એલથી વધુ વરસાદની શક્યતા રહેશે. પંચ મહાલના 
ભાગમાં પણ ૨૦ એમ.એલથી વધુ વરસાદની શક્યતા રહેશે.

સાબરકાંઠા, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતનાં અન્ય ભાગમાં ૨૦ એમએલ કે વધુ વરસાદની શક્યતા રહેશે. 
કચ્છમાં ૧૫ એમ.એલ.થી વધુ વરસાદની શક્યતા રહેસે.   ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ ક્યાંય હળવો વરસાદ થવાની શક્યતા રહેશે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

પવનો વાદળોને વિખેરી નાખતા હતા અને આંચકાનાં  પવન અરબી સમુદ્રમાંથી ભેજ ઓછો હતો, ઉપલા લેવલ પર વરાળને ઠંડક મળતી નહોંતી આથી વરસાદ થવામાં વિલંબ થઈ રહ્યો છે. હવે પશ્ચિમ કિનારે ભારે વરસાદ થવાની ગોવા, કર્ણાટકમાંમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અને પશ્ચિમ કિનારેથી ભારે વરસાદનું વહન લઈને આવતું આ વહન તા.૨૮થી ૩૦ જૂનમાં ગુજરાત,  કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ, કોઈ કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ અને કોઈ કોઈ ભાગમાં મધ્ય વરસાદ વરસાવી શકે તેમ છે.

કારણને બંગાળનાં ઉપસાગરની શાખા અને અરબી  સમુન્દ્રની શાખા મળશે એટલે ભેજનું પ્રમાણ ૮૫થી ૯૦ કે 
તેથી વધુ થતા મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે માત્ર  ચાર ડિગીરીનો તફાવત રહેતા, ન્યૂનતમ તાપમાન ૩૨ અને મહત્તમ તાપમાન ૩૪થી ૩૫ ડીગ્રી સે. રહેવાની શક્યતા રહેશે.

આ આદ્રા નક્ષત્રનો આ વરસાદ આવે ત્યાં ભારેથી અતિ  ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાતનાં ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં ૮થી ૧૦ ઈંચ વરસાદની શકયતા રહેશે.

જામનગરનાં ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. હાલાર, ગોહિલવાડ, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છન ભાગમાં વરસાદની શક્યતા રહેશે, એટલે કે આદ્રા નક્ષત્રમાં જૂનના અંતિમ સપ્તાહમાં અને જુલાઈની શરૂઆતમાં રાજ્યના   ઘણા ભાગમાં વાવણી લાયક વરસાદની શક્યતા રહેશે.