khissu

JCB નો રંગ પીળો જ કેમ હોય છે? લાલ, સફેદ, વાદળી કેમ નથી હોતો? સાથે જાણો JCBની રોચક વાતો

ભારતમાં JCB બ્રાન્ડ ઘણી વધારે જાણીતી છે. તમે પણ તમારી આસપાસના એરિયામાં JCB કંપનીનાં ઘણા મશીન જોયા જ હશે. ભારતમાં લોકોને JCB ને લઈને અલગ જ લેવલનો ક્રેઝ છે. જ્યારે પણ કોઈ જગ્યાએ JCB નુ ખોદકામ થતું હોય તો ત્યાં લોકોની ભીડ જાતે જ આવી જાય છે. કલાકો સુધી કંટાળ્યા વગર લોકો JCB નુ ખોદકામ જોવે છે. આ વાત પરથી તમે અંદાજો લગાવી શકો કે ભારતમાં JCB કંપનીની કેટલી વેલ્યુ છે? પરંતું તમે ક્યારે પણ નોટિસ કર્યુ કે JCB નો રંગ પીળો શા માટે હોય છે લાલ, લીલો, સફેદ કેમ નથી હોતો. તો આજે તમને જણાવીશું કે JCB નો રંગ શા માટે પીળો જ રાખવામાં આવે છે.

JCB વિશ્વનું પ્રથમ મશીન છે જે 1945 માં બનાવવામાં આવ્યું હતું. આ એક મશીન હતું જેના નામને શોધવામાં ઘણી સમય લાગ્યો હતો. આખરે તેનું નામ તેના શોધક જોસેફ સિરિલ બેમફોર્ડ પરથી રાખવામાં આવ્યું. ભારતમા પ્રથમ વખત ફેકટરી સ્થાપનાર આ બ્રિટિશ કંપની હતી.

આજનાં સમયમાં સમગ્ર વિશ્વમાં JCB મશીનનો સૌથી વધુ નિકાસ ભારતમાં થાય છે. JCB નાં રંગ પાછળનું લોજીક એ છે કે આ રંગને કારણે ખોદકામ સ્થળ પર સરળતાથી દેખાય જાય છે. તે પછી ભલે દિવસ હોય કે રાત.

જેથી લોકો જાણી શકે કે આગળ ખોદકામનુ કામ શરૂ છે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 1945 માં જોસેફ સિરિલ બોમફોર્ડે પ્રથમ મશીન ટીપિંગ ટ્રેલર બનાવ્યું હતું. જે તે સમયે બજારમાં તેની કિંમત 45 પાઉન્ડ હતી એટલે કે આજના સમયનાં 4000 રૂપિયા.

વિશ્વનું પ્રથમ અને સૌથી ઝડપી ટ્રેકટર JCB કંપની દ્વારા 1991 માં બનાવવામાં આવ્યું હતું. આ ટ્રેકટર ની મહત્તમ ઝડપ 65 કિમી/કલાક ની હતી. આ ટ્રેકટરને પ્રિન્સ ઑફ વેલ્સ એવોર્ડ પણ મળ્યો હતો.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી, તથ્યો વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.