1 નવેમ્બર 2025થી એટલે કે મિત્રો આવતા મહિનેથી દેશભરમાં ઘણા નિયમો બદલાશે. જેની સીધી અસર તમારા દૈનિક જીવન પર પડશે. આ ફેરફારોમાં આધાર કાર્ડથી લઈને બેન્કિંગ, ગેસ સિલિન્ડર અને મ્યૂચુઅલ ફંડ પણ સામેલ છે. એવામાં આ નિયમ તમારે જાણવા જરૂરી છે. અહીં અમે તમને 1 નવેમ્બરથી થનારા 5 મોટા ફેરફારની માહિતી આપીશું
1 નવેમ્બરથી UIDAI એ આધાર કાર્ડ અપડેટના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. હવે તમે તમારૂ નામ, સરનામું, જન્મતારીખ અને મોબાઇલ નંબર જેવી જરૂરી જાણકારી આધાર કેન્દ્ર પર ગયા વગર ઓનલાઈન અપડેટ કરી શકશો. માત્ર બાયોમેટ્રિક જાણકારી જેમ કે ફિંગરપ્રિન્ટ કે આઈરિસ સ્કેન માટે આધાર કેન્દ્ર પર જવું જરૂરી હશે. નવી વ્યવસ્થા હેઠળ UIDAI તમારી જાણકારીને પાન, પાસપોર્ટ, રાશન કાર્ડ, મનરેગા અને સ્કૂલ રેકોર્ડ જેવા સરકારી ડેટાબેસથી ઓટોમેટિક રૂપથી પ્રમાણિત કરશે. એટલે કે હવે દસ્તાવેજને મેન્યુઅલ રૂપથી અપલોડ કરવાની ઝંઝટ ખતમ.
જો તમે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ ફેરફાર તમને સીધી અસર કરશે. અસુરક્ષિત ક્રેડિટ કાર્ડ પર હવે 3.75% ફી લાગુ પડશે. CRED, CheQ, Mobikwik, વગેરે જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશનો દ્વારા શાળા અથવા કોલેજ ફી ચૂકવવા પર વધારાનો 1% ફી લાગશે. જો કે, જો તમે શાળાની સત્તાવાર વેબસાઇટ અથવા તેના POS મશીન દ્વારા ચૂકવણી કરો છો, તો કોઈ ચાર્જ લાગશે નહીં. વધુમાં, તમારા વોલેટને ₹1,000 થી વધુ લોડ કરવા પર ₹200 ફી લાગશે, અને કાર્ડ દ્વારા ચેક ચુકવણી કરવા પર ₹200 ફી લાગશે.
મ્યૂચુઅલ ફંડ
રોકાણકારો માટે 1 નવેમ્બરથી નવો નિયમ લાગૂ થશે. SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ મ્યૂચુઅલ ફંડ્સમાં પારદર્શિતા વધારવા માટે કડક દિશા-નિર્દેશ જારી કર્યાં છે. હવે કોઈ AMC (Asset Management Company) ના અધિકારી, કર્મચારી કે તેના સંબંધિત 15 લાખથી વધુની લેતી-દેતી કરે છે તો તે કંપનીએ આ જાણકારી પોતાના અનુપાલન અધિકારી (compliance officer) ને આપવી પડશે
બેન્કિંગ સેક્ટરમાં નવો નિયમ
આ વખતે બેંકિંગ સિસ્ટમમાં પણ મોટો ફેરફાર થવાની તૈયારી છે. 1 નવેમ્બરથી, ગ્રાહકો તેમના બેંક ખાતા, લોકર અને સલામત કસ્ટડી માટે ચાર લોકોને નોમિનેટ કરી શકશે. આ ફેરફાર બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ 2025 હેઠળ લાગુ કરવામાં આવશે. જ્યારે અગાઉ ફક્ત એક જ નોમિનીનો ઉપયોગ થતો હતો, ગ્રાહકો હવે નક્કી કરી શકે છે કે કોને શેર મળશે. જો પહેલા નોમિનીનું અવસાન થાય છે, તો તેમનો હિસ્સો આપમેળે બીજા નોમિનીને ટ્રાન્સફર થઈ જશે.
LPG ગેસ સિલિન્ડર
દર મહિનાની જેમ આ વખતે પણ 1 નવેમ્બરે LPG, CNG અને PNG ની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. આ રીતે સીએનજી અને પીએનજી ગેસની કિંમતોમાં ફેરફાર થઈ શકે