Top Stories
khissu

પ્રોપર્ટી ગીરે રાખ્યા વગર ગાય-ભેંસના ડેરી ફાર્મ માટે મળશે 4 લાખ સુધીની લોન, જાણો કેવી રીતે

દેશના ખેડૂતો અને પશુપાલકોને કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે મહત્વની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આમાં, SBI દ્વારા પશુપાલન માટે એક મહત્વપૂર્ણ સુવિધા આપવામાં આવી રહી છે, જે હેઠળ ખેડૂતો અને પશુપાલકો ગાય-ભેંસ ડેરી ફાર્મ માટે લોન લઇ તેના વ્યવસાયને વિસ્તૃત કરી શકે છે.

હા, તમને બધાને કહેવાની જરૂર નથી કે, હાલમાં ગાય-ભેંસની ડેરીમાંથી કેટલો નફો થઈ શકે છે, કારણ કે તમે બધા જાણો છો કે બજારમાં દૂધ અને તેની બનાવટોનો જથ્થો ખૂબ મોટો છે. બજારમાં માંગ છે. આવી સ્થિતિમાં ગાય અને ભેંસના ડેરી ફાર્મનો વ્યવસાય વધારવા માટે વિવિધ કેટેગરીમાં લોન આપવામાં આવે છે. તો ચાલો હવે તમને જાણાવી દઇએ કે SBI કોને અને કેટલી લોન આપે છે?

આ કામો માટે મળશે લોન 
તમને જણાવી દઈએ કે, SBI દ્વારા દૂધ એકત્ર કરવા માટે બિલ્ડિંગના નિર્માણ, ઓટોમેટિક મિલ્ક મશીન, મિલ્ક કલેક્શન સિસ્ટમ, ટ્રાન્સપોર્ટ માટે યોગ્ય વાહન ખરીદવા માટે બિઝનેસ લોન આપવામાં આવે છે. જો આ બિઝનેસ લોનના વ્યાજ દરની વાત કરીએ તો SBI તરફથી ડેરી ફાર્મ બિઝનેસ માટે લોન પર વ્યાજ દર 10.85% થી શરૂ થાય છે, જે વધુમાં વધુ 24% સુધી જાય છે.

કેટલી લોન ઉપલબ્ધ છે
- ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ મશીન ખરીદવા માટે મહત્તમ રૂ. 1 લાખ સુધીની બિઝનેસ લોન આપવામાં આવે છે.
- દૂધ એકત્ર કરવા મકાન બાંધવા માટે રૂ. 2 લાખની લોન ઉપલબ્ધ છે.
- તમે દૂધની ગાડી ખરીદવા માટે 3 લાખ રૂપિયાની લોન લઈ શકો છો.
- દૂધને ઠંડુ રાખવા માટે ચિલિંગ મશીન લગાવવા માટે 4 લાખ રૂપિયા સુધીની લોનની સુવિધા ઉપલબ્ધ થશે.

લોન માટે પાત્રતા
- દરરોજ ઓછામાં ઓછું 1 હજાર લિટર દૂધનો પુરવઠો હોવો જોઈએ.
- વ્યવસાયની બેલેન્સ શીટમાં 'A' ગ્રેડ હોવો જોઈએ.
- છેલ્લા 2 વર્ષથી બેલેન્સ શીટ ઓડિટ કરાવેલું હોવું જોઈએ.
- છેલ્લા 2 વર્ષથી નફો હોવો જોઈએ.

લોનની ચુકવણીનો સમયગાળો
તમને જણાવી દઈએ કે, SBI પાસેથી લેવામાં આવેલી ડેરી ફાર્મ બિઝનેસ લોનની ચુકવણી માટે 6 મહિનાથી 5 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ લોન મેળવવા માટે કોઈ પ્રોપર્ટી મોર્ગેજ કરવાની રહેશે નહીં.

એક મહત્વની માહિતીની નોંધ લો કે જો તમે ગાય-ભેંસના ડેરી ફાર્મ માટે લોન લેવા માંગતા હો, તો અરજી કરવા માટે, તમારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર લોગીન કરવું પડશે. તમને આ વિશે વધુ માહિતી મળશે.