હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશરની અસર ચાલુ થઈ ચૂકી છે. લો-પ્રેશર આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ/ઉત્તર-પશ્વિમ દિશામાં આગળ વધી ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ પર આવશે. આ લો પ્રેશર હાલ નબળું પડી 1.5 કિ.મી ની ઊંચાઈ પર સાયક્લોનિક સર્કયુલેશન માં છવાયેલ છે. આ લો-પ્રેશરની અસર 23 તારીખ સુધી જોવા મળી શકે છે.
ખેડૂતો માટે હાલમાં વેધર ચાર્ટનાં માધ્યમથી જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં ફરી 29 તારીખ આજુબાજુ એક નવું લો પ્રેશર સક્રિય તેવી શક્યતા જણાઈ રહી છે. જે લો-પ્રેશર પણ ગુજરાતને વરસાદ આપી શકે છે. પરંતુ હાલમાં આ આગોતરું એંધાણ છે. થોડાં લાંબા ગાળાનું છે એટલે તેમાં ફેરફાર થઈ શકે છે. એ સમય દરમિયાન અરબી સમુદ્ર પણ મુંબઈ સુધી મજબૂત બને તેવી શક્યતા જણાઈ રહી છે એટલે ફરી આ રાઉન્ડ પછી વરસાદ આવી શકે છે.
આજથી રાજ્યમાં વરસાદ જોર વધશે.
છેલ્લાં 36 કલાકમાં ગુજરાતનાં ઘણાં જિલ્લામાં ઝાપટાં સ્વરૂપે સારો વરસાદ પડ્યો છે. કોઈક કોઈક વિસ્તારમાં 3-4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે આ રાઉન્ડ 23 તારીખ સુધી ચાલશે. જેમાં છૂટા છવાયા જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ દિવસે વરસાદ જોવા મળશે.
સૌરાષ્ટ્રમાં આગાહી: 18 તારીખે સૌરાષ્ટ્રના ભાવનગર વરસાદ નોંધાયો છે. આજે અને આવનારા બે દિવસ સુધી હજી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં ઝાપટાં સ્વરૂપે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. એટલે કે ઉત્તર અને મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધારે છે. બાકીના પશ્વિમ ભાગો ( દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી જેવા) વિસ્તારોમાં વરસાદ શકયતાં હાલ ઓછી જણાઈ રહી છે. જો ચાર્ટ સુધરે તો 20 તારીખ પછી સારા ઝાપટાં સ્વરૂપે ત્યાં પણ વરસાદ નોંધાય શકે છે.
કચ્છ અને ઉત્તર ગુજરાત: આ બંને વિસ્તારોમાં પણ વરસાદની માત્રામાં ઘટાડો જોવા મળશે. જોકે હજી ઉત્તર ગુજરાતમાં શક્યાં થોડી વધી શકે છે. પરંતુ કચ્છમાં સારાં વરસાદનાં સંજોગો જણાતાં નથી. જોકે ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે.
દક્ષિણ ગુજરાતમાં: આ ચોમાસાની શરૂઆત પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ ખૂબ જ ઓછી નોંધાઈ છે. ત્યાં હજી પણ આવનારા દિવસોમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જોકે છેલ્લા બે દિવસથી ત્યાં સારો વરસાદ પડે છે અને હજી આવનારા દિવસોમાં પણ ત્યાં વરસાદ ચાલુ રહશે.
મધ્ય ગુજરાતમાં: અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે. જોકે દક્ષિણ ગુજરાત કરતા વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર કરતા ત્યાં સારો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટો છવાયો અલગ અલગ દિવસે વરસાદ ચાલુ રહશે.
બંગાળની ખાડીમાં ફરી લો-પ્રેશર બનશે જે સારો વરસાદ આપી શકે છે. જોકે 25 તારીખ પછી પણ ગુજરાતમાં ઝાપટાં સ્વરૂપે અલગ અલગ જગ્યાએ વરસાદ નોંધાય શકે છે. પરંતુ 27 તારીખ પછી વરસાદમાં વધારો થઈ શકે છે. ભારે અને સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે.
હાલમાં 23 તારીખ સુધી જે વરસાદ પડશે તે છૂટો છવાયો હશે. ભારે અને સાર્વત્રિક વરસાદ માટે ગુજરાતે હજી રાહ જોવી પડશે. જોકે હાલમાં ખેડૂતોનાં પાકને ભારે વારસાદની જરૂર છે. આ 23 તારીખ સુધીમાં પશ્વિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને છોડતાં બીજા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા વધારે છે. જોકે આમાં પણ વરસાદ પડી શકે છે પણ સામાન્યથી મધ્યમ જ.
હાલમાં મઘા નક્ષત્ર ચાલુ થઈ ચૂક્યું છે. માટે આ નક્ષત્રમાં સારો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી જણાવી છે. 18થી 24 તારીખ દરમિયાન સારો વરસાદ થશે. મઘા પછી ફાલ્ગુની નક્ષત્રમાં પણ વરસાદ જોવા મળી શકે છે.