પુનર્વસુ, પુષ્પ અને આશ્લેષા નક્ષત્ર પછી આવતી કાલથી વરસાદનાં (16 ઓગસ્ટના રોજ) મઘા નક્ષત્રની શરૂઆત થશે. આવતી કાલે 1:17 કલાક:મિનિટે મઘા નક્ષત્રની શરૂઆત થશે. 16/08/2021 થી 29/08/2021 સુધી મઘા નક્ષત્ર રહશે. મઘા નક્ષત્રનું વાહન ગધેડું છે. મઘા નક્ષત્રમાં ખંડ વૃષ્ટિ થતી હોય છે અથવા કોઈક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડતો હોય છે.
ખેડૂતો માટે મઘાનું પાણી સોના સમાન ગણાતું હોય છે. એવું કહેવાય છે કે,
' મઘા કે બરસે
માતૃ કે પરસે '
એટલે કે જો માતા ખાવાનું પીરસે તો પુત્રનું પેટ ભરાઈ એમ મઘા નક્ષત્ર વરસાદથી વરસે તોજ ધરતી માતાનું પેટ ભરાઈ. એટલે આ નક્ષત્રમાં સારો વરસાદ પડવાની આશ હોય છે. આ પરથી વધારે એક કહેવત પ્રખ્યાત છે " જો વરસે મઘા તો થાય ધાન નાં ઢગાં " એટલે કે મઘા માં સારો વરસાદ થાય તો ધાન્ય ના ઢગલા થાય.
અંબાલાલ પટેલે પણ એક વખત જણાવ્યું હતું કે આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોનાં પાક માટે નુકસાનકારક હોય છે, પરંતુ મઘા નક્ષત્રનું પાણી ફાયદાકારક અને સોના સ્વરૂપ હોય છે. જો મઘા નક્ષત્રનું પાણી એક વાસણમાં ભરી રાખવામાં આવે તો પણ તેમાં પોરા (કીડા-જીવજંતુ) પડતા નથી. અને આ પાણી બાળકોને પીવડાવવામાં આવે તો બાળકોના પેટમાં રહેલા કીડા પણ મરી જાય છે.
મઘા નક્ષત્રનું પાણી અનેક ફાયદા સ્વરૃપ હોવાને કારણે તેમને ગંગાજળ સમાન ગણવામાં આવે છે. ઘણા લોકો મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરે છે. આ નક્ષત્રનું પાણી આખું વર્ષ બોટલમાં ભરી ઘરમાં રાખી શકાય છે. તે પાણી ને કશું થતું નથી. જેવું છે તેવું ને તેવું જ રહે છે.
બંગાળી ખાડીમાં બનશે લો-પ્રેશર
મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતના ખેડૂતો માટે હાલમાં ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે. બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં ૫૦થી ૬૦ ટકા વિસ્તારમાં સારો વરસાદ આપશે. 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી આ સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે. બંગાળની ખાડીની સિસ્ટમ ની અસર ગુજરાતમાં કેટલી થશે? અને સૌથી વધારે કયા વિસ્તારમાં થશે? એમની માહિતી ટૂંક સમયમાં khissu એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવશે માટે ખાસ Khissu એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો.
હવામાન વિભાગની આગાહી?
હવામાન ખાતાની આગાહી કરતા જણાવ્યું છે કે 15 ઓગસ્ટ પછી ચોમાસું ફરી સક્રિય બનશે. 17 ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદ થશે. 15 ઓગસ્ટ પછી ચાર દિવસ વરસાદ જોર પકડશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20-21 તારીખે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. જ્યારે ૧૭ ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં સારા વરસાદથી પાણીની અછત દૂર થઈ શકે છે.
જોકે ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં પણ ૪૨ ટકાથી વધારે વરસાદની ખોટ નોંધાઈ રહી છે. આગામી દિવસોમાં અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં સારો વરસાદ થઇ શકે છે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે અને ફરી ચોમાસું જામશે.