હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમને જણાવ્યુ છે કે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
તેમને જણાવ્યું હતું કે આશ્લેષા નક્ષત્રમાં રાજયના વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. રાજ્યનાં અમુક વિસ્તારોમાં 6 ઇંચથી વધુ વરસાદ પડશે. જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે.
આ પણ વાંચો: કપાસ, જીરું, કાળા તલના ભાવમાં ધરખમ વધારો.. જાણો આજના તાજા બજાર ભાવ
આગામી તારીખ 10 ઓગસ્ટ 2022 સુધીમા દક્ષિણ ગુજરાતમાં પણ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022 દરમીયાન અશોકભાઈ પટેલની આગાહી
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દીવસે પડી શકે છે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ 4 શાનદાર સ્કીમ્સ, સામાન્ય રોકાણ પર આપે છે જબરૂ વળતર
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે.આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.